Top Stories
વેધર હલચલ / આજથી 4 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ, Thunderstorm એક્ટિવિટી સંજોગ

વેધર હલચલ / આજથી 4 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ, Thunderstorm એક્ટિવિટી સંજોગ

ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. આગામી ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જોકે ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિભારે અને સાર્વત્રિક વરસાદ માટે ગુજરાત રાજ્યમાં હવે બે અઠવાડિયા સુધી રાહ જોવી પડશે, પરંતુ હાલમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક અમુક લેવલે અસ્થિરતા વધી રહી છે તેથી વગર કોઈ સિસ્ટમે લોકલ વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતાઓ જણાઈ રહી છે એટલે કે ઠંડરસ્ટ્રોમ (thunderstorm) નો વરસાદ જોવા મળશે.

આજથી (27 તારીખથી) આ રાઉંડ ની શરૂઆત થઈ જશે અને આગમી 28, 29, 30 જૂન સુધીમાં છૂટાં છવાયા વિસ્તારમાં ગાંજ વીજ સાથે વરસાદ જોવા મળશે. જેમાં આજે અને 30 તારીખે ઓછાં વિસ્તારમાં હોય શકે બાકી 28, 29 માં ઘણાં વિસ્તારો કવર કરે તેવી શક્યતા છે.

આગામી 4 દિવસ ક્યાં-ક્યાં વરસાદ પડી શકે?
જોકે વાતાવરણમાં અસ્થિરતા ઊભી થવાને કારણે/ ઠંડરસ્ટ્રોમનો વરસાદ જોવા મળશે, Thunderstorm નો વરસાદ ક્યાં પડે એમની માટે કોઈ નક્કી વિસ્તાર હોતા નથી છૂટા-છવાયા લોકલ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં આગાહી: સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં થોડી વધારે શક્યતાઓ રહેલી છે સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એ સિવાઈ અમુક એવા વિસ્તારો હોય શકે કે જ્યાં અનુકૂળ સંજોગ મુજબ વરસાદ પડી જાઈ. 

દક્ષિણ ગુજરાતમાં: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આ વર્ષે થોડું વધારે રહ્યું છે અને હજી આવનારા ચાર દિવસમાં છુટા-છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

મધ્ય ગુજરાતમાં: મધ્ય ગુજરાતમાં વધારે શકયતાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર બાજુનાં જિલ્લામાં રહેલ છે.

ઉત્તર ગુજરાતમાં: ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

કચ્છમાં: કચ્છ જિલ્લામાં વરસાદ ની શક્યતાઓ નહીંવત્ ગણી શકાય છે, પરંતુ ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં વરસાદ નસીબજોગે પડી શકે છે. 

નોંધ: વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે અને જે વરસાદ જોવા મળશે એ ઠંડરસ્ટ્રોમનો વરસાદ જોવા મળશે, જે વરસાદ જ્યાં જોવા મળશે ત્યાં ભારે પણ પડી શકે છે. જોકે ચોમાસાની જેમ સારો અને ભારે વરસાદ પડે એવી શકયતા ઓછી જણાઈ રહી છે કેમ કે clouds system એટલી મજબૂત જણાતી નથી. કુદરતી પરિબળો અને ચોમાસાની સિઝન હોવાને કારણે આગાહીમાં થોડો-ઘણો ફેરફાર થઈ શકે છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.