કોરોનાના કારણે અનેક રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ ઊભી થઇ હોઇ હવે મસાલાની સીઝન પૂરી થવામાં છે. આ વર્ષે ધાણામાં ઉત્પાદન ઓછું હોઈ તેમજ જૂનો સ્ટોક પણ ઘણો ઓછો હોઇ તેથી આ વખતે ભાવ વધવાની ધારણા હતી પણ હવે ધાણામાં ભાવ મોડેથી વધશે. હવે આવનારા બે થી ત્રણ મહિનામાં ધાણાના ભાવ વધવાની શક્યતા રહી નથી. કોરોનાના કારણે ધાણાનો વપરાશ થોડો ઘટશે અને ગરમીના દિવસો શરૂ થયા હોઇ તેથી ધાણાની માંગ પણ ઘટવા લાગી છે.
ગુજરાતના માર્કેટ યાર્ડો બંધ થયા ત્યારે યાર્ડોમાં મિડીયમ કવોલીટીના ધાણાના ભાવ રૂ. ૧૨૦૦ થી ૧૨૫૦ બોલાતા હતા તેમજ એકદમ સારા ગુણવતાવાળા ધાણાના બજાર ભાવ રૂ. ૧૩૦૦ થી ૧૪૫૦ સુધી અને ધાણીના ભાવ રૂ. ૧૪૦૦ થી ૧૪૫૦ સુધી બોલાતા હતા તે ભાવથી મણે રૂ. ૪૦ થી ૫૦ સુધી ઘટશે તેવી શક્યતાઓ છે, આથી ખેડૂતોને હવે જ્યારે પણ મોકો મળે ત્યારે ધાણા વેચીને પૈસા ઘરભેગા કરી લેવા જોઇએ.
ભારતમાં ધાણાના ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાતમાં ધાણાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં વધ્યું છે પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધાણાનો પાક ગયા વર્ષ કરતાં ઓછો જોવા મળ્યો છે તેમજ આ વર્ષે જૂનો સ્ટોક સાવ ઓછો હતો. દેશમાં ૯૫ લાખ થી ૧ કરોડ ગુણી ધાણાનું ઉત્પાદન થવાનો અંદાજ છે અને જૂનો સ્ટોક ૨૦ લાખ ગુણી રહેવાનો અંદાજ છે. આમ, આખી સીઝન માટે ૧.૨૦ કરોડ ગુણી ધાણા મળશે તેવી ધારણાઓ છે. પરંતુ તેમાં કુલ ઉત્પાદનના ૨૦ લાખ ગુણી ધાણા તો બજારમાં આવતાં જ નથી. આમ, આ વર્ષે બજારમાં કુલ ૧ કરોડ ગુણી ધાણા આવશે તેની સામે દર વર્ષે ઘરેલું માંગ ૧.૨૦ કરોડ ગુણીની રહે છે અને ૧૦ લાખ ગુણી ધાણાની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. તેથી આ વર્ષે ધાણાની માંગ રહેશે, જેના કારણે ધાણાનાં બજાર ભાવમાં બહુ મોતો ઘટાડો થાય તેવી શક્યતાઓ ખુબ જ ઓછી રહેલી છે.
આ વર્ષે ધાણામાં જેટલું ઉત્પાદન થશે તેના કરતાં વધુ વપરાશ થવાની ધારણાઓ થઈ રહી છે તેથી આ વર્ષે ધાણામાં હાલ જે ભાવ ચાલી રહ્યા છે તેમાં જો એક સાથે આવક થશે તો જ મણે રૂ. ૪૦ થી ૫૦ સુધી ઘટે તેવી સંભાવના રહેલી છે, પરંતુ આનાથી વધારે ભાવ ઘટે તેવું નથી દેખાતું. તેથી, ખેડૂતો આ વખતે ધાણાનો સ્ટોક કરી રાખે તો પણ નુકશાની થવાની નથી. ધાણાનો સ્ટોક સાચવી રાખવાથી આગળ જતાં મણે રૂ. ૧૦૦ થી ૧૫૦ વધુ મળી શકે તેવી શક્યતાઓ છે, પરંતુ આ ભાવ માટે ૨ થી ૩ મહિના સુધીની રાહ જોવી પડી શકે છે. ધાણામાં ઊંચા ભાવ કદાચ ન મળે તો પણ નુક્સાની નથી કારણ કે આ વર્ષે ધાણાનો ભાવ સાવ ઘટી જાવ તેવો ભય ખુબ જ ઓછો છે.
કોરોના મહામારીના રજાઓ પહેલા ૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ ધાણાનાં બજાર ભાવની વાત કરીએ તો ધાણાનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં રૂ. ૧૬૫૦ બોલાયો હતો અને ઘણી માર્કેટ યાર્ડોમાં ધાણાનો ભાવ ૧૩૦૦+ જોવા મળ્યો હતો. તા.૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારની વાત કરીએ તો ની સૌથી વધુ આવક જામજોધપુરમાં ૬ હજાર ગુણીનો વેપાર થયો હતો અને ભાવ રૂ. ૮૦૦ થી ૧૨૫૦ સુધીના બોલાયા હતાં. ગોંડલમાં ધાણાના બજાર ભાવની વાત કરીએ તો ૩૫૦૦ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૯૦૦ થી ૧૪૨૧ સુધીના બોલાયા હતા.
કોરોના મહામારીના કારણે માર્કેટ યાર્ડો બંધ થયા તે પહેલા તા. ૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારના ધાણાના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1100 | 1398 |
ગોંડલ | 900 | 1421 |
પોરબંદર | 1045 | 1350 |
વિસાવદર | 1014 | 1202 |
જુનાગઢ | 1000 | 1259 |
ધોરાજી | 1101 | 1206 |
અમરેલી | 750 | 1475 |
જામજોધપુર | 800 | 1250 |
જસદણ | 900 | 1280 |
સાવરકુંડલા | 1000 | 1311 |
ભાવનગર | 801 | 1650 |
હળવદ | 1050 | 1335 |
ભેંસાણ | 1100 | 1190 |
પાલીતાણા | 850 | 1150 |
જામખંભાળીયા | 1050 | 1175 |
સાણંદ | 1621 | 1622 |