2025માં સોનાનો ભાવ શું રહશે? સોનું અત્યારે ખરીદવું કે નહિ? જાણો આજના સોના ચાંદી ના ભાવો

2025માં સોનાનો ભાવ શું રહશે? સોનું અત્યારે ખરીદવું કે નહિ? જાણો આજના સોના ચાંદી ના ભાવો

ગોલ્ડમેન સૅક્સને આશા છે કે આવતા વર્ષે સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચશે. ઓક્ટોબરમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જે બાદ ભાવમાં ઘટાડો થયો હતો. 

  • ગોલ્ડમેન સૅશના વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સોનાની ચમક વધવાની શક્યતા છે.

ગોલ્ડમૅન સૅક્સે કહ્યું છે કે અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો અને કેન્દ્રીય બૅન્કોની ખરીદીને કારણે સોનામાં વધારો થશે. ગોલ્ડમેન સૅક્સે 2025ના ટોચના કોમોડિટી ટ્રેડમાં સોનાનો સમાવેશ કર્યો છે. તેમનું માનવું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાથી સોના પર પણ અસર થશે.

સોનું 3000 ડોલર સુધી પહોંચી શકે છે

ગોલ્ડમેન સૅક્સના વિશ્લેષકોએ જણાવ્યું છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સોનું $3,000 પ્રતિ ઔંસ પર પહોંચી જશે. કેન્દ્રીય બેંકોની માંગની અસર સોના પર જોવા મળશે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાથી પણ સોનાના ભાવને ટેકો મળશે. 18 નવેમ્બરે સોનાનો ભાવ 0.85 ટકા વધીને 2,585.2 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ચાંદી પણ 1.36 ટકાના ઉછાળા સાથે 30.70 ડોલર પ્રતિ ઔંસ પર હતી.

વેપારને લઈને વધતા તણાવની અસર

આ વર્ષ સોના માટે શાનદાર વર્ષ રહ્યું છે. તેણે 2024માં નવા બુલિશ રેકોર્ડ બનાવ્યા. પરંતુ, યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પની જીત પહેલા તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ટ્રમ્પની જીતના કારણે ડૉલર મજબૂત થયો છે. ગોલ્ડમેન સૅશના વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સોનાની ચમક વધવાની શક્યતા છે. વિશ્લેષકોનું કહેવું છે કે વેપારને લઈને તણાવ વધવાની ધારણા છે. તેનાથી સોના પર અસર થશે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ પણ સોના પર અસર કરશે.

ઈરાન પર પ્રતિબંધો વધી શકે છે

વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈરાનના ઓઈલ સપ્લાઈ પર કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. ટ્રમ્પ ઈરાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરશે. તેની અસર સોના અને તેલ સહિત અનેક ચીજવસ્તુઓની કિંમતો પર જોવા મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ કારણોને લીધે 2025 રિટર્નની દ્રષ્ટિએ પણ સોના માટે વધુ સારું સાબિત થઈ શકે છે.

તમારે રોકાણ કરવું જોઈએ?

નિષ્ણાતો કહે છે કે ભાવ ઘટે ત્યારે રોકાણકારો સોનું ખરીદી શકે છે. ખાસ કરીને એવા રોકાણકારોએ સોનામાં રોકાણ કરવું જોઈએ, જેમના રોકાણના પોર્ટફોલિયોમાં સોનાનો સમાવેશ થતો નથી. નાણાકીય સલાહકારોનું કહેવું છે કે પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો 5-10 ટકા હોવો જોઈએ. પોર્ટફોલિયોના વૈવિધ્યકરણ માટે આ જરૂરી છે. જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનું ઓછું હોય તેઓ તેમાં રોકાણ કરી શકે છે જો તે ઘટી જાય.

આજે 22 કેરેટ સોનાનો ભાવ?

ગ્રામઆજેકાલેફેરફાર
1 ગ્રામ સોનું₹ 7,070₹ 7,000+ ₹ 70
8 ગ્રામ સોનું₹ 56,560₹ 56,000+ ₹ 560
10 ગ્રામ સોનું₹ 70,700₹ 70,000+ ₹ 700
100 ગ્રામ સોનું₹ 7,07,000₹ 7,00,000+ ₹ 7,000

આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ 

ગ્રામઆજેકાલેફેરફાર
1 ગ્રામ સોનું₹ 7,712₹ 7,636+ ₹ 76
8 ગ્રામ સોનું₹ 61,696₹ 61,088+ ₹ 608
10 ગ્રામ સોનું₹ 77,120₹ 76,360+ ₹ 760
100 ગ્રામ સોનું₹ 7,71,200₹ 7,63,600+ ₹ 7,600

આજે ચાંદીના ભાવ  

ગ્રામઆજેકાલેફેરફાર
1 ગ્રામ ચાંદી₹ 91.50₹ 89.50+ ₹ 2
8 ગ્રામ ચાંદી₹ 732₹ 716+ ₹ 16
10 ગ્રામ ચાંદી₹ 915₹ 895+ ₹ 20
100 ગ્રામ ચાંદી₹ 9,150₹ 8,950+ ₹ 200