નમસ્કાર ખેડૂત મિત્રો, રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી બજાર ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે. જોકે આ ઉથલપાથલ વચ્ચે ડુંગળી અને લસણના ભાવ ઓ તૂટી રહ્યા છે, જ્યારે ઘઉંની અંદર ભાવો વધી રહ્યા છે, તેમ છતાં આવનાર દિવસોમાં ઘઉંના ભાવો કેટલાં ટકેલા રહેશે તેમને લઈને થોડીક વિસ્તૃત માહિતી અહીં જણાવીશું.
છેલ્લાં 10 દિવસમાં મોટો ભાવ વધારો.
યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે છેલ્લા ૧૪ વર્ષમાં નથી નોંધાય તેવી ઘઉંના ભાવની ઊંચી સપાટી નોંધાઇ છે. ઘઉંના ઇતિહાસમાં પહેલી વખત આ વર્ષે સૌથી ઊંચા ભાવો નોંધાયા છે. 7 માર્ચ 2022 નાં રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ઊંચો ભાવ 611 રૂપિયા નોંધાયો છે, જે સૌથી વધુ છે. જોકે છેલ્લા દસ દિવસમાં ક્વિન્ટલે ચારસો રૂપિયાની તેજી ઘઉંમાં નોંધાય છે. સારા ઘઉંની કવોલીટીમાં મણે ૫૦થી ૧૦૦ રૂપિયાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: યુક્રેન-રશિયા યુધ્ધ પછી ડુંગળીના ભાવનો સર્વે, ડુંગળીના ભાવો વધશે કે ઘટશે?
વેપારીઓ શું કહે છે?
નિષ્ણાંત વેપારીઓનું કહેવું છે કે હાલમાં ઘઉંની તેજી ચરમસીમાએ પહોંચી છે. કોઈપણ સમયે ઘઉંના ભાવમાં મોટો કડાકો બોલી શકે છે. નિષ્ણાંત વેપારીઓ કહે છે કે જે ખેડૂત ભાઈઓ પાસે હાલમાં ઘઉં નો સ્ટોક પડયો છે એમણે વેચાણ કરી ફાયદો મેળવી લેવો જોઈએ.
યુદ્ધ પૂર્ણ થતાં ભાવોમાં કડાકો પડી શકે છે.
રશિયાને યુક્રેનની યુદ્ધ જેવું શાંત પડશે કે તરત ઘઉંના ભાવમાં મોટો કડાકો બોલી શકે છે. જ્યારે કેટલાક વેપારીઓ એવું પણ કહી રહ્યા છે કે આ કડાકો ખેડૂતોના ધાર્યા બહારનો હશે. એટલે કે એક સાથે ભાવ ઘટાડો નોંધાઈ શકે છે. આવનાર દિવસોમાં વધુ લાલચમાં રહ્યા વગર ખેડૂત ભાઈઓએ હાલ આ ભાવમાં ફાયદો લઈ છૂટું થઈ જવું જોઈએ.
આ વર્ષે ગત ઘઉંનાં ભાવો કેવા રહેશે?
જોકે આ વર્ષે ઘઉનું વાવેતર ઘણું થયું છે તેમ છતાં ઘઉંની માંગ પણ વધી છે જેમના કારણે છેલ્લા વર્ષની જેમ જ આ વર્ષે પણ ઘઉંના ભાવો ઊંચા રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.