khissu

આગોતરું એંધાણ: આદ્રા નક્ષત્રમાં વરસાદ ગાભા કાઢી નાખશે... આદ્રા નક્ષત્રમાં ક્યું વાહન, લોકવાયકા? જાણો તમામ માહિતી

સૂર્ય નારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ શેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/06/2024 ના રોજ થશે. સૂર્યનારાયણ રાત્રે 12 વાગીને 18 મિનિટે આદ્વા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે.

આર્દ્રા નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર છે. આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો શરૂઆતના આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય અને શ્ર્લેષા આ ચાર નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના હોય છે. આવી જ રીતે જો મઘા નક્ષત્રમાં વરસાદ રહે તો નક્ષત્રો પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ અવશ્ય થશે. શરૂ થતાં નક્ષત્રનું નામ આદ્રા છે. આ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે વર્ષે આદ્રા તો કરે બારેમાસ પાધરા

આધુનિક હવામાન ભવિષ્યવક્તાઓને પડકાર આપનારા હવામાન વિજ્ઞાની કવિ ધાધ અને ભડ્ડરીની કહેવત અનુસાર આ વર્ષે ચોમાસામાં અનિશ્ચિત-અનિયંત િત વરસાદ પડશે હાલમાં જ્યાં-જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં-ત્યાં ચોમાસા દરમિયાન મેઘમહેર યથાવત રહેશે.

આદ્રા નક્ષત્ર લોકવાયકા
આ વર્ષે આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોર છે. જે ખૂબ જ શુભમય ગણવામાં આવે છે. વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગો જોવા મળશે. આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે. કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનમાં મોટા ફેરફારો આવે છે. આકાશમાં ઘનઘોર વાદળા ચઢવા લાગે છે. કેમકે આ નક્ષત્રએ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થાય, તે વર્ષ લગભગ સારું જતુ હોય છે. આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે. જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો છે, તે વર્ષ લગભગ નબળું રહ્યું છે. એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તો, તે વર્ષ લગભગ 12 આની જા 14 આની જેટલું સારું હતું હોય છે.

ખેડૂતો માટે સારા સમાચાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.