ભારતીય લોકો ઘરેણાંના બહુ જ શોખીન છે. દરેક ઘરમાં સોના-ચાંદીના ઘરેણાં જરૂર મળી જશે. મોટાભાગના ભારતીયો તેમનો કીમતી સામાન ઘર પર જ રાખે છે. પરંતુ, હવે બેંક લોકર્સમાં પણ ઘરેણાં અને અન્ય કીમતી સામાન રાખવા માટેની સવિધા પ્રદાન કરવામાં આવે છે.
આ અનમોલ વસ્તુઓ ઘરે રાખવી જોખમથી ઓછું નથી. જેથી લોકો બેંક લોકરને સુરક્ષિત માને છે. પરંતુ શું સાચે જ બેંક લોકર સુરક્ષિત છે? જો તમે પણ બેંક લોકરમાં સામાન રાખો છો, તો પહેલા આ નિયમ જાણી લો. બેંક લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર શું બેંક ગેરેન્ટી લે છે?
ઘણા લોકો વિચારે છે કે, તેઓ બેંકમાં કંઈ પણ રાખી શકે છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો પ્રમાણે, આમાં કેટલીક વસ્તુઓ રાખવા પર પ્રતિબંધ હોય છે. રિઝર્વ બેંકના અનુસાર, બેંક લોકરને માત્ર માન્ય કામો માટે જ ઉપયોગમાં લઈ શકાય છે. આમાં જ્વેલરી અને દસ્તાવેજો જેવી કિંમતી વસ્તુઓ રાખી શકાય છે. તમારી આ વસ્તુઓ લોકરમાં એકદમ સુરક્ષિત રહે છે.
નવા નિયમો હેઠળ બેંકોએ ખાલી લોકરોની લિસ્ટ અને વેઈટિંગ લિસ્ટ બતાવવી બહુ જ જરૂરી હોય છે. આ ઉપરાંત બેંકોની પાસે લોકર માટે કસ્ટમર્સથી એકવારમાં વધારેમાં વધારે ત્રણ વર્ષનું ભાડુ લેવાનો અધિકાર છે. ખાસ વાત તો એ છે કે, હવે બેંક કોઈ ગ્રાહકને નુકસાન થવાની સ્થિતિમાં શરતોનો હવાલો આપીને હાથ ઊંચા ન કરી શકે.
પરંતુ ગ્રાહકના નુકસાનની પૂરી ભરપાઈ કરવાની ગોય છે. બેંકોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, તેમના દ્વારા કરવામાં આવેલા લોકર કરારમાં કોઈ અન્યાયી શરત નથી. જેથી કરીને ગ્રાહકોને નુકસાન થાય તો બેંક ફરી જાય. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, બેંકો પોતાની શરતોને ટાંકકીને ગ્રાહકોને દૂર કરે છે.
બે ચાવીઓથી ખુલે છે બેંક લોકર- બેંક લોકર ખોલવા માટે 2 ચાવીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક ચાવી ગ્રાહકની પાસે હોય છે. બીજી ચાવી બેંક મેનેજરની પાસે હોય છે. જ્યારે બંન ચાવીઓ નહીં લાગે, ત્યારે લોકર ખુલશે નહીં.
સૌથી પહેલા તો તમે તમારા લોકરમાં કેશ કે કરેન્સી રાખી શકાત નથી. આ ઉપરાંત બેંક લોકરમાં હથિયાર, વિસ્ફોઠક, ડ્રગ્સ, જેવી વસ્તુઓ પણ ન રાખી શકા. જો કોઈ સડી જાય તેવી વસ્તુ હોય તો તેને પણ લોકરમાં ન રાખી શકાય. એવું કોઈ મટિરિયલ બેંક લોકરમાં ન રાખી શકાય, જેનાથી બેંકને કે તેના ગ્રાહકોને કોઈ જોખમ હોય.