કોરોના કાળમાં સોનાની કિંમતમાં ધરખમ ઘટાડો થયો હતો જેથી રોકાણકારોએ મોટા પ્રમાણમાં સોના-ચાંદીમાં રોકાણ કર્યું હતું. પરંતુ જેમ જેમ કોરોનાનું સંક્રમણ ઘટતું ગયું તેમ તેમ સોનાના ભાવમાં વધારો થતો ગયો. જોકે સોનાના ભાવમાં ઘણો વધારો થઈ ચૂક્યો છે. તો હવે રોકાણકારો ચિંતામાં છે કે શું ફરીથી સોનાની કિંમત ૫૦ હજારને પર પહોચશે ?
છેલ્લા ઘણા દિવસથી સોનામાં ઘટાડા બાદ સોનામાં ૫% થી વધારેની તેજી જોવા મળી છે અને દેશમાં સોનું ફરી એક વખત ૪૬-૪૭ હજાર પ્રતિ ૧૦ ગ્રામના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે, સોનામાં તેજી માટે અનેક કારણો જવાબદાર છે અને તેના લીધે જ આવનારા દિવસોમાં પણ સોનાના ભાવમાં ઉછાળા સાથે તેજી જળવાઈ રહે તેવા સંકેત છે.
ગયા વર્ષે કોરોના સંક્રમણના કારણે સમગ્ર વિશ્વમાં અર્થવ્યવસ્થા ઠપ પડી હતી. જોકે ત્યારે પણ સોનાની ચમક ફીકી પડી ન હતી અને સોનાના ભાવ ઊંચાઈએ પહોંચ્યા હતા. જોકે કોરોના કહેર ધીમે ધીમે ખતમ થયો અને અર્થવ્યવસ્થામાં સુધાર આવતાં સોનાના ભાવ ઘટવા લાગ્યા હતા.
આ વર્ષે ફરીથી કોરોના કહેર આવ્યો જેથી સોનું ફરીથી ઊંચી સપાટી તરફ વધવા માંડ્યું જોકે કોરોના કહેર ખતમ થતાં ફરીથી તે નીચી સપાટીએ આવી શકે છે જેથી રોકાણકારો ફરીથી મેદાને ઉતર્યા છે.
હાલ વૈશ્વિક બજાર પર નજર કરીએ તો સોનું ૧૭૫૦ ડોલર પ્રતિ ઔસની મજબૂત સપાટી પાર કરી ગયું છે. જાણકારોનું માનવું છે કે ટૂંક સમયમાં જ સોનું ૧૭૮૦ ડોલર પ્રતિ ઔસથી ૧૮૦૦ ડોલર પ્રતિ ઔસની સપાટીએ પહોંચી શકે છે. એવામાં ઘરેલું સ્તર પર સોનું ટૂંકમાં જ ૫૦ હજાર પ્રતિ ૧૦ ગ્રામની સપાટીને પાર કરી શકે છે.