ગુજરાતમાંથી સોમાચાએ વિદાય લઈ લીધી છે ત્યારે હવે શિયાળો આવશે. અમુક જગ્યાએ લોકોને થોડી થોડી ઠંડીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. સામાન્ય રીતે દિવાળી અથવા દિવાળી પછી સ્વાતિ નક્ષત્ર આવતું હોય છે. સ્વાતિ નક્ષત્રમાં ચોમાસાની વિદાય સારી રીતે થાય એવું કહેવામાં આવતું હોય છે. ત્યારે અંબાલાલ પટેલે વાત કરી હતી કે સ્વાતિ નક્ષત્રના વરસાદથી કેળમાં બરાસ કપૂર અને વાંસમાં વાંસ કપૂર જામે છે. પરંતુ આ વખતે ઝેરી જીવજંતુના મોંઢામાં ઝેર વધે છે.
કહેવાય છે કે દરિયાઈ છીપોમાં સ્વાતિ નક્ષત્રના વરસાદથી મોતી જામે છે. સ્વાતિ નક્ષત્રમાં જળના છાંટા પડે તો માછલીના પેટમાં મોતી ઉત્પન્ન થાય છે. સાથે જ અંબાલાલે વાત કરી હતી કે આ વખતે હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે. જો શિયાળું પવન એટલે ચોખ્ખો ભુખરવા ઉત્તર અને ઈશાનમાંથી પવન આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે.
કેવો પવન અને કેવા વાદળ રહે તો સારુ એના વિશે અંબાલાલે વિગતે વાત કરી કે આસો સુદી પૂનમ નિર્મળ અને વાદળ વગરની હોય તો સારું. આસો વદી તેરસ, ચૌદશ અને અમાસ અને નવા વર્ષના કારતક સુદી એકમ તેમ ચાર દિવસ વાદળા હોય તો એનો મતલબ કે આવતું વર્ષ સારું રહેશે. પરંતુ જો આ ચાર દિવસ પૈકી બે દિવસથી વધુ દિવસ વાદળા રહે તો પણ સારુ જ માનવામાં આવે છે.
અંબાલાલ પટેલે શિયાળા વિશે વાત કરી કે આ વખતે સામાન્ય રીતે હિમાલય અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તેમજ બરફવર્ષા વરસી રહી છે અને પવનની ગતિથી આ ઠંડી દેશમાં પણ ફેલાતી હોય છે. ઠંડીનો પ્રવાહ પાકને ફાયદો કરાવે છે. જો કે ઘણી વખત શિયાળામાં હિમ પડતો હોય છે. તે કપાસ, ઘઉં વગેરેને નુકસાન કરે છે. સાથે જ એ પણ જોવું રહ્યું કે જો આસો માસમા વરસાદ થાય તો એ સારૂ ન કહેવાય. કારણ કે ઘણી વખત ઉભા પાકને નુકસાન કરે છે. હવામાન અંગે વાત કરીએ તો દેશના ઉત્તરીય પર્વતીય શહેરોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. તા. 27થી 30 ઓક્ટોબરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે.
આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.