Top Stories
khissu

વાહ, અંબાલાલ પટેલની આગાહી પડી રહી છે સાચી, જાણો ક્યારે વરસાદ?

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરતાં નૈઋત્યનું ચોમાસુ છ દિવસ અગાઉ પહોંચી ગયું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ અટકી ગયુ છે. હવામાન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દિવ સુધી ચોમાસું પહોંચી ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાને અનુકૂળ પરિબળો ન મળવાથી ચોમાસું અટકી ગયું છે. હવે આવનારા દિવસોની અંદર ચોમાસુ ધીમે-ધીમે આગળ વધે એવી શક્યતાઓ રહેલી છે.

બીજી બાજુ ખેડુતો માટે માઠા સમાચાર કહી શકાય કે આ મહિનાના અંત સુધીમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કે ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ બનવાની નથી જેને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. જે વિસ્તારમાં વરસાદ જોવા મળશે ત્યાં છુટો-છવાયો ઝાપટાનો વરસાદ જોવા મળશે અને અમુક ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ જોવા મળી શકે છે બાકી ખાસ ભારે વરસાદની આગાહી આ મહિનામાં હવે દેખાતી નથી.

અંબાલાલ કાકા ની આગાહી સાચી પડી રહી છે.
છેલ્લે અંબાલાલ કાકા એ 8 જૂનના રોજ વરસાદ અને ચોમાસાની આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસવા માટે હજી 20 દિવસની વાર છે, તે મુજબ હાલ ગુજરાતમાં ચોમાસુ દેખાઈ રહ્યું નથી અને જે શરૂઆતના દિવસોમાં ચોમાસુ આગળ વધ્યું હતું તે પણ અટકી ચૂક્યું છે. સાથે તેમણે જણાવ્યું હતું કે ૧૫થી ૧૯ જૂન વચ્ચે હળવો વરસાદ જોવા મળશે જે વરસાદ મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વધારે હશે. અંબાલાલ પટેલ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી હવામાન ની આગાહી કરવામાં આવે છે તેમની ઘણી આગાહી સાચી પડતી હોય છે જેમાં ખાસ કરીને લાંબા ગાળાની આગાહી ઘણાં અંશે સાચી પડતી હોય છે. આ વર્ષે પણ તેઓ ઘણી વખત આગાહી કરી છે, હાલ એવું જણાવ્યું છે કે ૨૮-૨૯ જૂન થી ચોમાસું ચાલુ થશે હજી ૨૦ દિવસની વાર છે. તે મુજબ આગાહી સાચી પડતી જણાઈ રહી છે.
અંબાલાલ પટેલે છેલ્લે જે આગાહી કરી હતી તે જાણવાં માટે અહીં ક્લિક કરો. 

વરસાદ ક્યારે પડી શકે? ૧૭ જૂન પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો ઝાપટા સ્વરૂપે વરસાદ ચાલુ થઈ શકે છે એ સિવાય આગામી દિવસોમાં ધીમે ધીમે બીજા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ આ મહિનાના અંત સુધીમાં સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં જોવા મળે એવા પરિબળો ખૂબ જ ઓછા જણાઈ રહ્યા છે. હવે આગામી દિવસોમાં અરબી સમુદ્ર, બંગાળની ખાડી કે ગુજરાત ઉપર કોઈ મોટો ટ્રફ બને તો વરસાદનું પ્રમાણ વધશે અને ચોમાસાના પરિબળોને પણ ગતિ મળશે.

છેલ્લાં 5 વર્ષમાં હવામાન વિભાગનું પુર્વાનુમાન કેટલું સાચું? 
વર્ષ 2016 માં ચોમાસાનું પૂર્વાનુમાન 7 જૂને હતું અને ચોમાસું પહોંચ્યું 8 જુને. 
વર્ષ 2017 માં ચોમાસાનું પૂર્વાનુમાન 30 મેં અને આગમન પણ 30 મેં. 
વર્ષ 2018 માં ચોમાસાનું પૂર્વાનુમાન 29 મેં અને આગમન 29 મેં નાં રોજ જ. 
વર્ષ 2019 માં ચોમાસાનું પૂર્વાનુમાન 6 જૂને અને આગમન 8 જૂને રહ્યું હતું.