વર્તમાન સમયમાં ભણેલા ગણેલા લોકો હંમેશા નોકરી વિશે જ વિચારે છે, તેમાના મોટાભાગના લોકો એવું વિચારે છે કે ખેતી દ્વારા બહુ કમાણી કરી શકાતી નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ તે જો તમે તમારી જમીનનો ઉપયોગ કોઈ ખાસ વૃક્ષ વાવવા માટે કરો છો તો તમે સારી કમાણી કરી શકો છો.
આજે અમે તમને જે ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે વૃક્ષનું નામ ચંદન છે. તમે ચંદનના લાકડા દ્વારા સારી કમાણી કરી શકો છો. જેની થકી તમે લાખોમાં નહીં પરંતુ કરોડોમાં કમાણી કરી શકો છે
આંતરરાષ્ટ્રીય બજારોમાં ચંદનની ખૂબ માંગ રહે છે અને સમગ્ર વિશ્વમાં વર્તમાન ઉત્પાદન આ માંગને પૂર્ણ કરી શકતું નથી જેના કારણે ચંદનના ભાવમાં ભારે વધારો થયો છે.
તમે ચંદનની ખેતીમાં જેટલું રોકાણ કરશો તેના કરતાં અનેકગણી વધુ કમાણી કરી શકશો. ચંદનનાં વૃક્ષો બે રીતે ઉગાડી શકાય છે - ઓર્ગેનિક અને પરંપરાગત. નોંધનિય છે કે, ચંદનનાં વૃક્ષોને ઓર્ગેનિક રીતે ઉગાડવામાં લગભગ 10 થી 15 વર્ષનો સમય લાગે છે, જ્યારે પરંપરાગત રીતે એક વૃક્ષને ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષનો સમય લાગે છે. વૃક્ષ પર પશુઓ હુમલો કરી શકે છે, તેથી આ વૃક્ષને રખડતા પ્રાણીઓથી બચાવવાની પણ જરૂર પડે છે. આ ચંદનના વૃક્ષો રેતાળ અને બરફીલા વિસ્તારો સિવાય કોઈપણ વિસ્તારમાં ઉગાડી શકાય છે. ચંદનનો ઉપયોગ અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં અને આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે.
ચંદનના વૃક્ષથી બમ્પર કમાણી
ચંદનનું વૃક્ષ વાવ્યા પછી તમારી કમાણી આસમાને પહોંચી શકે છે. જો બધું યોગ્ય રીતે કરવામાં આવે અને ઝાડને કોઈ નુકસાન ન થાય તો તમારી કમાણી કરોડોમાં થઈ શકે છે. એકવાર ચંદનનું ઝાડ 8 વર્ષનું થઈ જાય પછી, તેનું હાર્ટવુડ બનવાનું શરૂ થઈ જાય છે અને વાવેતર પછી 12 થી 15 વર્ષ લણણી માટે તૈયાર થાય છે.
આ ઉપરાંત, જ્યારે વૃક્ષ મોટું થાય છે, ત્યારે ખેડૂત દર વર્ષે 15-20 કિલો લાકડા સરળતાથી કાપી શકે છે. આ લાકડું બજારમાં 3-7 હજાર રૂપિયા પ્રતિ કિલો વેચાય છે, જે 10000 રૂપિયા પ્રતિ કિલો સુધી હોઈ શકે છે. પ્રતિ હેક્ટર ચંદનની ખેતીનો ખર્ચ સમગ્ર પાક ચક્ર (15 વર્ષ) માટે આશરે રૂ. 25 લાખ જેટલો આવે છે, પરંતુ વળતર રૂ. 1.2 કરોડથી રૂ. 1.5 કરોડ સુધી પહોંચી જાય છે.
ચંદનના છોડની કિંમત કેટલી હોય છે?
તમને જણાવી દઈએ કે, સરકારે સામાન્ય લોકોની વચ્ચે ચંદનના લાકડાની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. સરકાર તેને ખરીદે છે. આ ઉપરાંત, ચંદનનું વૃક્ષ વાવવા માટે, તમારે તેનો છોડ લેવો પડશે. એક પ્લાન્ટની કિંમત 100 થી 150 રૂપિયાની વચ્ચે હોય છે.