Top Stories
SBI ની સ્પેશિયલ યોજના, ટૂંકા ગાળાનું રોકાણ અને વળતરનો ઢગલો, માત્ર માર્ચ સુધી જ ઓફર

SBI ની સ્પેશિયલ યોજના, ટૂંકા ગાળાનું રોકાણ અને વળતરનો ઢગલો, માત્ર માર્ચ સુધી જ ઓફર

જો તમે ટૂંકા ગાળાના રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો, તો SBIની 444 દિવસની વિશેષ FD તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ યોજનાનું નામ અમૃત વૃષ્ટિ યોજના છે. આ યોજના પર સામાન્ય લોકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ આપવામાં આવે છે.

 જો તમે આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે માત્ર 31 માર્ચ, 2025 સુધીનો સમય છે. જો તમે આ યોજનામાં ₹1,00,000 થી ₹5,00,000 નું રોકાણ કરો છો તો તમને કેટલું વળતર મળશે તે જાણો.

રૂ 1,00,000 ના રોકાણ પર વળતર શું છે?

₹1,00,000 ના રોકાણ પર, વરિષ્ઠ નાગરિકોને 444 દિવસમાં વ્યાજ તરીકે રૂ. 9,630 મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 1,09,630 રૂપિયા થશે. જ્યારે સામાન્ય નાગરિકોને વ્યાજ તરીકે રૂ. 9,280 મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 1,09,280 રૂપિયા થશે.

₹2,00,000 ના રોકાણ પર વળતર શું છે?

₹2,00,000 ના રોકાણ પર, વરિષ્ઠ નાગરિકોને 444 દિવસમાં વ્યાજ તરીકે રૂ. 19,574.08 મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 2,195,74.08 રૂપિયા થશે. જ્યારે સામાન્ય નાગરિકોને વ્યાજ તરીકે 18,267.08 રૂપિયા મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 2,18,267.08 રૂપિયા થશે.

₹3,00,000 ના રોકાણ પર વળતર શું છે?

₹3,00,000 ના રોકાણ પર, વરિષ્ઠ નાગરિકોને 444 દિવસમાં વ્યાજ તરીકે રૂ. 29,361.13 મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 3,29,361.13 રૂપિયા થશે. જ્યારે સામાન્ય નાગરિકોને વ્યાજ તરીકે રૂ. 27,400.62 મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 3,27,400.62 રૂપિયા થશે.

₹4,00,000 ના રોકાણ પર વળતર શું છે?

જો આની ગણતરી ₹4,00,000ના રોકાણ પર કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકોને 444 દિવસમાં વ્યાજ તરીકે રૂ. 39,148.17 મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 4,39,148.17 રૂપિયા થશે. જ્યારે સામાન્ય નાગરિકોને વ્યાજ તરીકે રૂ. 36,534.15 મળશે. આ રીતે પાકતી મુદતની રકમ 4,36,534.15 રૂપિયા થશે.

5,00,000 ના રોકાણ પર વળતર શું છે?

₹5,00,000 ના રોકાણ પર, વરિષ્ઠ નાગરિકોને 7.75% ના દરે 48935.21 રૂપિયાનું વ્યાજ મળશે એટલે કે પાકતી મુદતની રકમ 548935.21 રૂપિયા હશે. જ્યારે સામાન્ય નાગરિકોને 7.25%ના દરે વ્યાજ તરીકે 45,667.69 રૂપિયા મળશે અને પાકતી મુદતની રકમ 5,45,667.69 રૂપિયા હશે.

Go Back