ઓગસ્ટમાં સાંબેલાધાર વરસાદની આગાહી, વાવાઝોડા અને વરસાદ સાથે અંબાલાલા પટેલની આગાહી

ઓગસ્ટમાં સાંબેલાધાર વરસાદની આગાહી, વાવાઝોડા અને વરસાદ સાથે અંબાલાલા પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમનું કહેવું છે કે, 1થી 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી (Amabalal Patel Prediction) છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 6 થી10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે, 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

10થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે

8 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને 27 થી 30 ઓગસ્ટ વરસાદ રહેશે, ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું કે, 10 ઓગસ્ટ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નથી. ક્યાંક ક્યાંક ઝાપટાં પડી શકે છે અને ક્યાંક વરસાદ થઈ જાય પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. ત્યારે ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવાનું છે કે, ચોમાસું પાકને જરૂર હોય તો પિયત આપવું. કારણ કે, હમણાં કોઈ સારા વરસાદની આગાહી નથી.