મેળાની મોજ બગડશે, જન્માષ્ટમીમાં સાંબેલા ધાર વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

મેળાની મોજ બગડશે, જન્માષ્ટમીમાં સાંબેલા ધાર વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. બપોર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જે મુજબ છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં યલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે કહ્વયુ છે કે રસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો ફરી મોટો રાઉન્ડ આવશે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે. ફરી 27 થી 30 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના વરસાદમાં અપડાઉન લાવે તેવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. 29 જૂલાઈ સુધી વરસાદ યથાવત રહેશે. બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. તો 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે

અંબાલાલ પટેલે જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.