1 December New rules 2025: નવેમ્બર મહિનો પૂરો થવાની સાથે જ અનેક સરકારી અને નાણાકીય કામોની ડેડલાઈન નજીક આવી પહોંચી છે. જો તમે હજુ સુધી જરૂરી દસ્તાવેજો અથવા ફોર્મ સબમિટ નથી કર્યા, તો 30 નવેમ્બર પહેલા પૂરું કરી દેવું ખૂબ જ જરૂરી છે.
કારણ કે 1 ડિસેમ્બરથી પાંચ મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ થઈ રહ્યા છે, જેનો સીધો અસર તમારા પેન્શન, ટેક્સ, LPG સિલિન્ડર અને ATFના ભાવ પર પડશે. ચાલો વિગતે જાણીએ.
1. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરવાની છેલ્લી તક
સરકારી કર્મચારીઓ માટે UPS પસંદ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.પહેલા આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી, પરંતુ સરકાર દ્વારા તેને આગળ વધારી દેવામાં આવી હતી.
UPS, હાલની NPS પેન્શન સ્કીમથી અલગ છે અને કર્મચારીઓ માટે નવી મોડેલ પદ્ધતિ તરીકે રજૂ કરવામાં આવી છે.જો કોઈ કર્મચારી UPS માં સ્વિચ કરવા માંગે, તો 30 નવેમ્બર પહેલા અરજી કરવી ફરજિયાત છે. 1 ડિસેમ્બર પછી આ તક ઉપલબ્ધ નહીં રહે.
2. પેન્શનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની છેલ્લી તારીખ
દર વર્ષે જેમ પેન્શનર્સને લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે, તે જ મુજબ આ વર્ષની અંતિમ તારીખ પણ 30 નવેમ્બર છે. સમયસર સર્ટિફિકેટ સબમિટ ન કરવાથી પેન્શન બંધ થઇ શકે છે.
અત્યારના સમયમાં પેન્શનર્સ ઘર બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Jeevan Pramaan) બનાવી શકે છે, જેથી તેમને બેંક જવાની જરૂર પણ રહેતી નથી.
3. ટેક્સ રિટર્ન અને TDS સંબંધિત દસ્તાવેજોની ડેડલાઈન
ઓક્ટોબર 2025 દરમિયાન TDS કાપવામાં આવ્યો હોય તો કલમ 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ 30 નવેમ્બર છે. તે ઉપરાંત, કલમ 92E હેઠળ રિપોર્ટ સબમિટ કરનાર કરદાતાઓએ પણ આ તારીખ સુધી ITR ફાઇલ કરવો જરૂરી છે.
4. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ
ઓયલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 ડિસેમ્બરે પણ LPG ના ભાવનો નવો રેટ જાહેર થશે.1 નવેમ્બર 2025ના રોજ 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડર પર ₹6.50 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ડિસેમ્બર માટે વધારો કે ઘટાડો—બંને શક્ય છે.
5. ATF (Aviation Turbine Fuel) ના ભાવમાં ફેરફાર
LPGની જ રીતે ATF ના ભાવ પણ દર મહિને બદલાય છે. ડિસેમ્બર 1થી ATFમાં ભાવ વધારો કે ઘટાડો થઈ શકે છે, જેના કારણે ફ્લાઈટ ટિકિટ પર પણ આડઅસર પડી શકે છે