khissu

નવા ઉભરતા આગાહીકાર: ધ્રુવભાઈ સાવલિયાની રાજ્યમાં 110 ટકા વરસાદની આગાહી, જાણો કેમ ?

એક નવા ઉભરતાં આગાહીકાર તરીકે કૃષિ સ્નાતક થયેલ ગીર સોમનાથનાં ઉના તાલુકાનાં ધ્રૃવભાઇ સાવલિયા ની વિગત લાવ્યા છે.

ધ્રૃવભાઇ કહે છે કે ચોમાસાને અસર કરતાં લાંબા ગાળાનાં પરિબળો હોય, એમાં મુખ્યત્વે બે પરિબળો વધું ભાગ ભજવે છે. એક છે લા-નીનો / અલ-નીનો) અને બીજુ પરિબળ છે.

IOD (ઇન્ડિયન ઓસન ડાઇપોલ). લાંબા ગાળાનાં અભ્યાસ મુજબ જે પરિબળો છે, એ ચોમાસાની શરૂઆતમાં તટસ્થ છે, પરંતુ જેમ જુલાઇ મહિનો આવશે, તેમ લા-નીનો ચોમાસા દરમિયાન આગળ વધવાની સ્થિતિમાં છે. જે ૨૦૨૪નાં ચોમાસાને લા-નીનો પુરો ટેકો આપશે.

બીજુ પરિબળ IOD  ચોમાસા દરમિયાન તટસ્થ થી થોડો ઝૂકાવ પોઝિટીવ તરફ રહેશે. આ સ્થિતિ પણ સારા 
ચોમાસાનો સંકેત આપે છે. ત્રીજુ એક પરિબળ MJO પણ છે, જે પોતાનું એક ચક્ર ૩૦ થી ૬૦ દિવસમાં પુરૂ કરે છે.

એ અત્યારે હિન્દ મહાસાગર પર એક્ટિવ નથી, પણ આગળનાં  મહિનામાં તેની સક્રિયતા વધી જશે. આ બધા પરિબળોનાં તારણ મુજબ ગુજરાતમાં એની સરેરાશ સામે ૧૧૦ ટકા સુધીનો વરસાદ પડી શકે છે.

જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ છે. જુલાઇમાં સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટમાં સામાન્ય વરસાદની શક્યતા અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

શું છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં બે દિવસ સારો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

વાત 17 જૂનની કરીએ તો, 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

તો 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં મેઘરાજા બેટિંગ કરી શકે છે.

તો આ સિવાય તે પછીના દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારા વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી 
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 'રાજ્યમાં આગામી 17મીથી 22મી જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે. આ દરમિયાન તોફાની પવન સામે ધોધમાર વરસાદ પડી શકે છે.'