નોરતા તો બગડ્યા પણ હવે બેસતું વર્ષ પણ બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની નવેમ્બરમાં વરસાદની આગાહી

નોરતા તો બગડ્યા પણ હવે બેસતું વર્ષ પણ બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની નવેમ્બરમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે.

 

જોકે વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. આ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી છે કે નહિ તે હજી કહેવું મુશ્કેલ છે, પરંતું અરબ સાગર બાદ હવે બંગાળની ખાડીનું તોફાન મોટું સંકટ લઈને આવશે. હવામાન નિષ્ણાતે આગામી દિવસો માટે જે આગાહી કરી છે તે ખતરનાક છે.

 

વાવાઝોડાની અસર કેવી અને ક્યાં ક્યાં થશે

વાવાઝોડાની અસર વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, બે દિવસ દરિયો રફ રહેશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર તથા કચ્છમાં વરસાદ થઈ શકે છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે. આ કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ આવી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

 

તહેવારો પર વરસાદ આવશે

અંબાલાલ પટેલે કહ્યું કે, તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. આ કારણે દિવાળીનો તહેવાર બગડી શકે છે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલુ જ નહિ, નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.