જોતું હતું એ થઈ ગયું, ખેડૂતોને હાશકારો, ચોમાસાની વિદાઈ શરૂ થશે,

જોતું હતું એ થઈ ગયું, ખેડૂતોને હાશકારો, ચોમાસાની વિદાઈ શરૂ થશે,

રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે. શક્તિ વાવાઝોડું ધીમું થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસ ચોમાસુ વિદાય લઈ શકે છે.

 

ગુજરાતના દરિયાકાંઠે શક્તિ નામનું વાવાઝોડું ની શંકા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 6 દિવસ 7 ઓક્ટોબર થી લઈને 12 ઓક્ટોબર દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે. પશ્ચિમમધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડું શક્તિ છેલ્લા 03 કલાક દરમિયાન વ્યવહારીક રીતે સ્થિર રહ્યું હતું, અને શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે.

 

આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 6 થી 8 ઓક્ટોબર દરમ્યાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે.

 

ચોમાસાના વિદાય સમયે આણંદ જિલ્લામાં વરસાદનું આગમન થયું હતુ. મોડી રાત્રે ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કરમસદ, વલ્લભવિદ્યાનગર, બાકરોલ, જીટોડીયા, ચિખોદરા સહિત અનેક ગામમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.