ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, અંબાલાલે કરી દીધી સૌથી પહેલા મોટી આગાહી

ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, અંબાલાલે કરી દીધી સૌથી પહેલા મોટી આગાહી

હજુ તો ગુજરાતમાં ચોમાસાની વિદાય અમુક વિસ્તારમાંથી નથી થઈ ત્યાં તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી ઠંડી, માવઠું, વાવાઝોડા સહિતના વાતાવરણની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, 10થી 13 ઓક્ટોબરમાં ક્યાંક વાદળવાયુ અને હળવા વરસાદની શક્યતા ગણી શકાય છે. 18થી 27 ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું પડી શકે છે.

ગરમીને લઈ અંબાલાલે વાત કરી કે 23 ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે. હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડી નથી. પરંતુ આ સિસ્ટમ વિખેરાઈ જતાં ગરમી પડશે. જોકે, 23 ઓક્ટોબરથી સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવના રહેશે. નવેમ્બર મહિના વિશે આગાહી કરતાં જણાવ્યું કે, નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.

કડકડતી ઠંડી વિશે વાત કરી કે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડક જેવું જણાશે. જ્યારે 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના રહેશે. ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે અંબાલાલની આગાહી કેટલા અંશે સાચી નીવડે છે.