BOB: FDમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ સોમવારે નવી ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી છે. બેંક 360 દિવસ સુધી પૈસા જમા કરાવવા પર 7.10 ટકાથી 7.60 ટકા વ્યાજ આપશે. તેમાં વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ 0.50 ટકા વધારાના વ્યાજનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ સ્કીમ 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝીટ પર લાગુ છે.
બેંક ઓફ બરોડા (BoB) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની વિશેષ ટૂંકા ગાળાની છૂટક થાપણ યોજના વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 7.60 ટકા અને અન્ય લોકો માટે 7.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે. બેન્ક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જયદીપ દત્તા રોયે જણાવ્યું હતું કે, "BOB 360 સ્કીમ ટૂંકા ગાળાની રિટેલ ટર્મ ડિપોઝિટમાં બેંકનો હિસ્સો વધારશે."
બેંક અગાઉ 271 દિવસની બલ્ક ડિપોઝીટ પર 6.25 ટકા વ્યાજ ઓફર કરતી હતી. બેંકના હાલના અને નવા ગ્રાહકો 'BOB360' નામની આ ડિપોઝીટ સ્કીમ કોઈપણ શાખામાં, ઓનલાઈન અથવા મોબાઈલ એપની મદદથી ખોલી શકે છે.
બેંક 7 દિવસથી 14 દિવસની FD પર 4.25 ટકા વ્યાજ આપી રહી છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં બેંકે થાપણો પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો.