ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે બંગાળની ખાડીમાં મજબૂત ચક્રવાતી તોફાન સર્જાશે જે આગામી દિવસોમાં દેશના અનેક પશ્ચિમી રાજ્યોને અસર કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 અને 27 મેની વચ્ચે આ વાવાઝોડાની અસર થવાની ધારણા છે. ચક્રવાતનું પરિભ્રમણ તીવ્રતાના તબક્કામાં છે અને પશ્ચિમ તરફ આગળ વધતા પહેલા ભારતના પૂર્વ કિનારે લેન્ડફોલ કરશે તેવી અપેક્ષા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો ચક્રવાત દરિયાકાંઠેથી પસાર થાય છે, તો તે 28 મેની આસપાસ મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે.
જો કે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી મૌસમ વિભાગે કરી નથી. જો કે બીજી તરફ હવામાન વિભાગે 24 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાના આગમન પહેલા, બંગાળની ખાડી પર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી છે. તે જ સમયે, કેટલાક ફ્રીલાન્સ હવામાન આગાહી કરનારાઓનું કહેવું છે કે તેના કારણે ગંભીર ચક્રવાતની પણ સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગરમી માંથી રાહત મળશે. પ્રી મોનસુન એક્ટિવિટીની શરુઆત થશે. 21 મે બાદ હવામાનમાં પલટો આવશે. 24માં વાદળ છાયુ વાતાવરણ રહેશે.
26 થી 30 મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જો રોહિણી નક્ષત્રની શરુઆતમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયરુ ફુંકાય અને જો બીજા ત્રણ દિવસમાં વરસાદ થાય છે તો એટલા દિવસ વાયરામાં ઘટે છે.
અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે. અને દક્ષિણ પૂર્વિય તટ પર 30 મે સુધીમાં વાવાઝોડુ સક્રિય થશે. અને વાવાઝોડાની પવનની ગતી તેજ રહેશે.
28 મેથી વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ નિયમિત ચોમાસું કહી ન શકાય. હવામાનના આંકલણ બાદ નિયમિત ચોમાસાની ગણતરી થતી હોય છે. જોકે ચોમાસું બેસે તે પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે.