Top Stories
khissu

હવે ભાડે રહેતા લોકો માટે આધારકાર્ડમાં વારંવાર સરનામું બદલવા માટે સરળતા રહેશે, હવે જાતે જ ઓનલાઈન સરનામું બદલી શકો છો

દેશમાં માણસોની ઓળખ માટે આધારકાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. જે થકી કોઈપણ મનુષ્યની ઓળખ થઈ શકે છે. દેશમાં આધારકાર્ડની શરૂઆત ૨૮ જાન્યુઆરી ૨૦૦૯ થી શરૂઆત થઈ હતી. આ આધારકાર્ડમાં ૧૨ અંકનો યુનિક નંબર હોય છે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે.

આધારકાર્ડમાં એક ખાસ પ્રકારનો ૧૨ અંકનો યુનિક નંબર હોય છે જે દરેક વ્યક્તિની ઓળખ પુરી પાડે છે અને આ જ ૧૨ અંકના નંબરથી દરેક વ્યક્તિના આધારકાર્ડ અલગ અલગ પડે છે. આ જ નંબરથી તમે તમારા અધારકાર્ડની ઓળખ કરી શકો છો.

સમગ્ર દેશમાં આધારકાર્ડ એ આપણા જીવનનું એક સૌથી મોટું ડોક્યુમેન્ટ કહી શકાય. આજે કોઈ પણ ક્ષેત્રમાં પુરાવા તરીકે આધારકાર્ડ એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. જોકે સરકારની યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.

ભાડાના મકાનમાં રહેતા લોકોએ વારંવાર રહેઠાણ બદલાવું પડતું હોય છે. જેથી તેઓએ આધારકાર્ડમાં પોતાનું સરનામાં અંગે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. જોકે હવે આધારકાર્ડમાં ઓનલાઇન તેમજ ઓફલાઈન પ્રક્રિયાની મદદથી સરનામું બદલાવી શકો છો.

જી હા મિત્રો, આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા  (UIDAI)એ આધારકાર્ડમાં સરનામું બદલવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઈન બંને વિકલ્પો રજૂ કર્યા છે. જેના દ્વારા તમે સરનામું બદલાવી શકો છો. આમ હોવી ભાડે રહેતા લોકો ખૂબ જ સરળતાથી આધારકાર્ડમાં પોતાનું સરનામું બદલાવી શકે છે.

ચાલો તો જાણી લઈએ કે આધારકાર્ડમાં ઓનલાઈન પ્રક્રિયાથી સરનામું કેવી રીતે બદલાવવું ?

મિત્રો, ઓનલાઇન પ્રક્રિયાથી સરનામું બદલવા માટે ભાડુઆત પાસે રેન્ટ એગ્રીમેન્ટ હોવું જોઈએ જે રજીસ્ટર્ડ હોવું જરૂરી છે જો તમારું રેન્ટ એગ્રીમેન્ટ રજીસ્ટર્ડ નહીં હોય તો UIDAI આ પ્રક્રિયાને રિજેક્ટ કરી દેશે જેથી કોઈ સુધારો થશે નહીં.

અને હા મિત્રો ઓનલાઇન સરનામું બદલતી વખતે તમારે આ રજીસ્ટર્ડ એગ્રીમેન્ટની PDF નાખવાની રહેશે. તેથી આ રજીસ્ટર્ડ એગ્રીમેન્ટનો ફોટો પાડી, સ્કેન કરી, pdf ફોર્મેટમાં બનાવી લેવું.

૧) મિત્રો, સૌપ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

૨) હવે હોમપેજ પર Update Aadhaarના ટેબમાં Update Demographics Data Online પર ક્લિક કરો.

૩) ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં Proceed to Update Aadhaar પર ક્લિક કરો.

૪) હવે અહીં તમારો આધાર નંબર અને captch કોડ એન્ટર કરી send Otp પર ક્લિક કરો. જેથી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે તેને એન્ટર કરી login પર ક્લિક કરો.

૫) હવે જે પેજ ખુલે તેમાં Update Demographic Data પર ક્લિક કરો. જેમાં તમારે Adress પર ક્લિક કરી Proceed પર ક્લિક કરવાનું રહેશે.

૬) હવે જે પેજ ખુલશે તેમાં સાચું અડ્રેસ નાખી નીચે upload valid document માં રજીસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટની pdf ને સિલેક્ટ કરી લો અને પછી preview ઓપ્શન પર ક્લિક કરો જેથી તમને preview જોવા મળશે.

૭) હવે નીચે captcha કોડ એન્ટર કરી send OTP પર ક્લિક કરો. ત્યારબાદ OTP એન્ટર કરી ચેકબોક્સ સિલેક્ટ કરી Make payment ઓપ્શન પર ક્લિક કરો.

(મિત્રો, અહીં તમારે ૫૦ રૂપિયા ચકવવા પડશે જે તમે ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચૂકવી શકશો.)

૮)  ૫૦ રૂપિયાનું પેમેન્ટ કર્યા બાદ નીચે submit બટન પર ક્લીક કરો જેથી પ્રોસેસ પુરી થઈ જશે.

હવે જાણી લઈએ ઓફલાઈન પ્રોસેસ કેવી રીતે કરવી ?

ઓફલાઈન એડ્રેસ અપડેટ કરવા તમારે અપડેશન ફોર્મ ભરવુ પડશે. પછી તેમાં જરૂરી વિગતો ભરીને સરનામું અપડેટ કરો. આમાં તમારે આધારકાર્ડ, પાનકાર્ડ, ભાડા કરાર, મતદાર ઓળખકાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકોપી આપવાની રહેશે. અપડેટ કરવા માટે તમારે ૫૦ રૂપિયા ફી ચૂકવવી પડશે.