Top Stories
Airtel એ લાખો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો! એકસાથે 2 રિચાર્જ પ્લાન મોંઘાદાટ કરી નાખ્યા

Airtel એ લાખો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો! એકસાથે 2 રિચાર્જ પ્લાન મોંઘાદાટ કરી નાખ્યા

એરટેલ કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ તેના બે રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે કે જે પહેલા ખૂબ સસ્તા હતા. આ બંને પ્રીપેડ પ્લાન છે. એરટેલે 118 રૂપિયા અને 289 રૂપિયાના પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. આ એક 4G ડેટા વાઉચર પ્લાન છે. આવી સ્થિતિમાં હવે તમારે 118 રૂપિયાના પ્લાન માટે 129 રૂપિયા ચૂકવવા પડશે. 289 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે તમારે 329 રૂપિયા ચૂકવવા પડશે. આ રિચાર્જ પ્લાન એરટેલની વેબસાઈટ અને મોબાઈલ એપ પર લાઈવ થઈ ગયા છે.

કેમ વધ્યો ભાવ?

ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર, એરટેલ યુઝર દીઠ તેની સરેરાશ આવક એટલે કે ARPU વધારવા માંગે છે. આ કારણોસર, એરટેલ વધુ સારા વળતર માટે તેના પ્લાન પર કામ કરી રહી છે. આ સ્કીમ હેઠળ એરટેલે તેના બે પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા

Whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો.

એરટેલ રૂ 329 નો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 35 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને 4 જીબી ડેટા ઓફર કરવામાં આવશે. સાથે જ અનલિમિટેડ કોલિંગ અને 300 SMS પણ આપવામાં આવી રહ્યા છે. યુઝર માટે એર્ટેલ તરફથી Apollo 24/7 મફત સબસ્ક્રિપ્શન મળશે. ઉપરાંત, હેલો ટ્યુન અને વિંક મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન આપવામાં આવશે.

એરટેલ રૂ 129 નો પ્લાન

આ પ્લાનમાં કુલ 12GB ડેટા આપવામાં આવે છે. આ સિવાય આ પ્લાનમાં કોલિંગ અને મેસેજિંગ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.