khissu

સાવધાન ગુજરાત: રાજયના 12 જિલ્લામાં યલો અને ઓરેંજ એલર્ટ જાહેર

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: આવતા મહિનાથી બદલાઇ જશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સબંધિત આ નિયમો

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહેશે. તેમાં પણ ખાસ કરીને 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં પણ આજે સાંજ સુધી ધીમીધારે વરસાદ રહેશે.

આ પણ વાંચો: આગામી 24 કલાક અતિ ભારે, જાણો કયા જિલ્લામાં ભુક્કા કાઢશે વરસાદ ?

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.