પલટાઈ ગઈ આખી હવામાનની આગાહી, ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો, માવઠાની આગાહી?

પલટાઈ ગઈ આખી હવામાનની આગાહી, ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો, માવઠાની આગાહી?

ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં ફરીથી પવનની દિશા બદલાઈ છે. તો બીજી બાજુ ઉત્તર ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-એનસીઆર અને ઉત્તર અને પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ચાલો જોઈએ.

અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં વાદળો આવતા નથી. પરંતુ ગુજરાતમાં 21મી સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 22મી ડિસેમ્બર સુધીમાં હળવા પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે. જે દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે. જેથી ઉત્તરમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેથી તારીખ 22મી ડિસેમ્બર બાદ આકરી ઠંડી જોર પકડશે. તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે. આ વખતે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો નોંધાશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, પશ્ચિમી વિક્ષોભ પાછળ આવતા શિયાળાની સિઝન પાછળ ગઈ હોય તેમ જણાય છે અને જાન્યુઆરીમાં એક કે બે પશ્ચિમી વિક્ષોભ આવતા હવામાનમાં પલટો આવી શકે છે. ત્યાર બાદ જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને વિવિધ ભાગમાં માવઠાંની શક્યતા રહેશે. જોકે, હવામાન વિભાગે શુક્રવારે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, 48 કલાક એટલે કે રવિવાર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી, જોકે, તે પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં જાન્યુઆરીમાં તાપમાાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. 11 જાન્યુઆરી બાદ કોલ્ડવેવની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હિમાચલમાં બરફ વર્ષાો થતાં અને ઉત્તર તરફથી ઠંડા પવનો વહેતા થવાથી ગુજરાતમાં ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલની નવી આગાહી ખતરનાક છે. અત્યાર સુધી તેમણે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે. પરંતુ હવે તેમણે કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની આગાહી કરી છે.