khissu

દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે, અંબાલાલની નવી આગાહી જાણી લો

Ambalal Patel rain predicted


હાલમાં છેલ્લા 2-3 દિવસ જોવા મળી રહ્યું છે કે ગુજરાતમા વારંવાર હવામાનમાં પલટો આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો વળી આજે અમદાવાદ અને ગાંધીનગર સહીતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.

અંબાલાલના કહેવા પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા રહેશે.  આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે છેક ડિસેમ્બર સુધીની આગાહી કરી દીધી છે. જેમાં વાવાઝોડું, માવઠું, કાતિલ ઠંડી બધુ જ જોવા મળશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ગ્રહોની દ્રષ્ટિ જોતા અંબાલાલે કહ્યું કે બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે.

નવરાત્રિમાં ઘણી જગ્યાએ વરસાદ ખાબક્યો હતો અને અંબાલાલની આગાહી સાચી પડી હતી. તો આ વખતે અંબાલાલે દિવાળી બગડવાની પણ શક્યતાઓ કહી છે જેને નકારી ન શકાય.

અંબાલાલની આગાહી પ્રમાણે દિવાળી આસપાસ પણ વાદળછાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. ત્યારે હવે સમય જ કહેશે કે અંબાલાલની આગાહી કેટલા અંશે સાચી પડે છે અને કેટલા અંશે ખોટી.