હાલ ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. આવા હવામાન વચ્ચે ગુજરાતીઓ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે કે, ફેબ્રુઆરીમાં ઠંડીના બદલે ગરમી કેમ પડી રહી છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઇએ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળશે. આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાંથી પવન આવી રહ્યા છે. જેના કારણે 14મી ફેબ્રુઆરી સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે.
આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, બીજુ એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધુળ ઉળશે અને ગરમી રહેશે.
તો બીજી બાજુ હવામાન વિભાગે ખેડૂતો માટે જણાવ્યુ છે કે, ગુજરાતનું આવું હવામાન ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી. શિયાળુ પાક મેચ્યોરિટી લેવલે પહોંચી ગયો છે જેના કારણે તેમને અમુક બાબતનું જ ફક્ત ધ્યાન રાખવું પડશે. ખેડૂતોએ ઉભા પાકમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ પિયત આપવું તથા ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો હપ્તો આપવો જોઈએ. રોગ જીવાતનો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમિયાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલાં લેવા, વહેલી વાવણી કરેલા શિયાળુ પાકને ખુલ્લા હવામાનમાં કાપણી શરૂ કરવી. ઉનાળુ પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી.