khissu

ઘઉંની ખેતી કરનાર ખેડૂતોને અંબાલાલની ચોખ્ખી ચેતવણી, અલનીનો પાકની પથારી ફેરવશે, જાણો તાજેતાજી આગાહી

Ambalal Patel: અંબાલાલ પટેલે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે આગાહીઓ કરી છે. તેમણે આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે, આ વખતે જાન્યુઆરી ભારે ઠંડો રહેશે. ત્યારે હવે સૌથી મહત્વની વાત તેમણે ખેડૂતો માટે પણ કરી છે. ખાસ કરીને ઘઉંની ખેતી કરતાં ખેડૂતો માટે મહત્વની વાત જણાવી છે. કહ્યું કે- 17થી 20 ઓક્ટોબરમાં ભારે સાયક્લોન સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે.

અંબાલાલે કહ્યું કે આ વખતે અલનીનોની અસર રહેશે તો શિયાળો હુંફાળો રહેશે અને શિયાળો ગરમ રહેશે તો ઘઉંના પાકમાં તેનો ઉગાવો બરાબર નહીં થાય એવું લાગી રહ્યું છે. પરંતુ તેનું હજુ કાંઇ ન કહી શકાય. કારણ કે અહીં એક પછી એક સિસ્ટમ આવી રહી છે. આમ તો રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ગઇ છે. આવામાં બેવડી ઋતુ અનુભવાય છે. રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે

વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો  ઘઉંની વાવણીની વાત કરીએ તો, ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે શ્રેષ્ઠ સમયગાળો 15-20 નવેમ્બર છે. છતાં મોડી વાવણી કરવાની થાય તો 10મી ડિસેમ્બર સુધી ઘઉંની વાવણી કરવી પોષણક્ષમ રહે છે. ગુજરાતમાં કુલ પાકોના વિસ્તાર પૈકી એક તૃતીયાંશ વિસ્તર ધાન્ય પાકો હેઠળ છે.

આ કુલ પાકોમાં લગભગ 1/4 ભાગ વિસ્તાર તો માત્ર ઘઉંનો જ જોવા મળે છે. રાજ્યમાં ઘઉંની ખેતી પિયત (82 ટકા) અને બિનપિયત (18 ટકા) પરિસ્થિતિમાં થાય છે. રાજ્યમાં આમ કુલ મળીને આશરે 6થી 8 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય છે. ત્યારે અંબાલાલે ખેડૂતો માટે આ માહિતી ખાસ પહોંચતી રહી છે.