khissu

ચોમાસુ 2022: 35 વર્ષના અનુભવ સાથે રમણીકભાઈ વમજાએ કરી મોટી આગાહી

 રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાને લઈને આગાહી કરી રહ્યા છે. ખગોળવિદ્યાનાં આધારે આભામંડળ, વાયુની દિશા, વાદળાં, લીસોટા, વાવ્ય દિશાનો પવન,  નક્ષત્રો, હોળીનો પવન વગેરે પરથી રમણીકભાઈ વામજા આગાહી કરે છે.

આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેને લઈને રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે. તેને કહ્યું છે કે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું સારું રહેશે જ્યારે વેપારીઓ માટે આ વર્ષ મધ્યમ રહેશે, એટલે કે જાજો નફો પણ નહિ અને જાજી ખોટ પણ નહિ. જો કે તેને કહ્યું હતું કે આ બધી વસ્તુ ઈશ્વરના આધાર પર રેહલી છે.

વરસાદને લઈને તેને આઘી આગાહી કરી છે કે પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થશે.જ્યારે જામનગર જિલ્લામાં વધારે વરસાદ પડશે. સાથે જ રાજકોટ જિલ્લાનો ભાદર ડેમ ઓવરફ્લો થશે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનના વિસ્તારોમાં આ વર્ષે પુષ્કળ વરસાદ થશે. તેમજ 45 થી 50 જેટલા ડેમ ઓવરફ્લો થશે. સાથે જ શિયાળુ પાકમાં મબલખ પાક થશે. જ્યારે જુલાઈ મહીનામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. જુલાઈ મહિનામાં 7 દિવસની હેલી થશે.ખેડૂતો ને લઈને રમણીક ભાઈ વામજાએ આગાહી કરી છે કે  વાવણી બાદ વરસાદ નબળો પણ રહેશે.

ગુજરાતમાં ખંડ વૃષ્ટિ થશે, સૌરાષ્ટ્રમાં અતિ વૃષ્ટિ થશે તેમજ દરિયાઈ પટ્ટી પર ભારે વરસાદ થશે. સમગ્ર ચોમાસાની સીઝનમાં 48 થી 55 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે 16 આની વરસાદ થશે તેવી આગાહી કરી છે.

કંઈ તારીખોમાં કેટલો વરસાદ? 
29/5 2022 થી લઈને 2/6/2022 સુધી રોહિણી નક્ષત્રમાં પવન સાથે વરસાદ
1/06/02022 માં કેરળ ચોમાસુ પહોંચી જશે
06/06/22 ગુજરાતમાં વરસાદનું આગમન થશે.
10/06/2022 થી 13/06/2022 અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવણી થવાની શક્યતા
24/06/2022, થી લઈને 28/06/2022 સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી 
03/07/2022 થી 14/07/2022 સુધીમાં  સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ
20/07/2022 થી લઈને 31/07/2022 સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં સાધારણ વરસાદ
04/08/2022 થી લઈને 07/08/2022 સુધીમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 
17/08/2022 થી લઈને 20/08/2022 સુધીમાં સાધારણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 
03/09/2022 થી લઈને 06/09/2022 બંગાળનો કરંટ જોવા મળશે જેથી ભાવનગર અને સુરત બાજુ વધારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 
10/09/2022 થી લઈને 21/09/2022 નાં સમયગાળામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.