khissu

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી: ટિટોડીના ઈંડા પરથી વરસાદનું અનુમાન: જાણો કેવું વર્ષ રેહશે?

નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતાં ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. આવામાં એક લોકવાયકા ટીટોડીના ઈંડા મૂકવાની પદ્ધતિ પર છે. જેના પરથી ચોમાસું કેવુ જશે તે અનુમાન કરાતુ હોય છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, ટિટોડીએ ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી છે, કેટલા ઈંડા મૂક્યા છે, કયા મહિને મૂક્યા છે તેના આધારે વરસાદનો વરતારો કાઢવામાં આવે છે.

ટિટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે. પક્ષીઓ સંવેદના અને ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવી શકાય છે. ટિટોડી એવું પક્ષી છે કે જે જમીન પર જ પોતાના ઈંડા મૂકે છે અને મોટાભાગે તે જમીન પર જ ફરતું હોય છે. હવે આ ટિટોડીએ ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી છે, કેટલા ઈંડા મૂક્યા છે, કયા મહિને મૂક્યા છે તેના આધારે વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આપણે ટિટોડીએ ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી તારણ લગાવતા હોય છે. પરંતુ ટિટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે. જો ટિટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેય માસ સારો થશે, જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ, બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવે છે.

જો કે પક્ષીઓ ને દુકાળ પડવાનો હોય ખબર પડી જતી હોય છે. ટિટોડી ઈંડા ઓછા મૂકે છે, કારણ કે તે સંવેદનશીલ પક્ષીઓ છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.

આ પણ વાંચો: ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આખા જૂન મહિનાની અંબાલાલ પટેલે આગાહી કરી છે, જાણો વાવણી ક્યારે? ક્યારે વરસાદ?

કેમ ટીટોડી વરસાદના અનુમાન માટે મહત્વનું પક્ષી ગણાય છે.
હવે તમને એવો પ્રશ્ન થશે કે દુનિયામાં ઢગલાબંધ પક્ષી છે, પણ ટીટોડી જ કેમ. ટીટોડીના જ ઈંડા પરથી કેમ વરસાદનું અનુમાન કરાય છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, પક્ષીઓ બહુ જ સંવેદનશીલ હોય છે, તેમને કુદરતી આફતો વિશે પહેલા ખબર પડી જતુ હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેના પર અભ્યાસ થાય છે. માત્ર ટીટોડી જ નહિ, અન્ય પક્ષીઓની હલચલ પણ વરસાદની આગાહી કરે છે. જેમ કે, ચકલીઓ ઘરમાં માળો બનાવે તો સારો વરસાદ જાય. આ ઉપરાંત ચકલી ધૂળમા ન્હાય તો પણ સારો વરસાદ થાય. આ ઉપરાંત મોરનુ ચોમાસામાં બોલવુ પણ સારા વરસાદના સંકેત છે.