નવરાત્રીના રંગમાં ભંગ પાડશે વરસાદ, અંબાલાલ પટેલની ચોઘડિયા જોઈને આગાહી

નવરાત્રીના રંગમાં ભંગ પાડશે વરસાદ, અંબાલાલ પટેલની ચોઘડિયા જોઈને આગાહી

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. સવારે રાજ્યના 93 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. મહીસાગરના બાલાસિનોર, સાબરકાંઠાના વિજયનગરમાં સવા 2 ઈંચ વરસાદ, તો ખેડાના કપડવંજમાં પોણા 2 ઈંચ વરસાદ આવ્યો. તો આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતીઓના ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ આવે તેની અત્યારથી આગાહી કરી દીધી છે

અંબાલાલ પટેલે કરી વરસાદ અંગે મોટી આગાહી કરી છે. 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ગણેશ ચતુર્થી, પર્યુષણ દરમિયાન પણ વરસાદ આવી શકે છે. રામદેવપીરની નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે. આમ, છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના કેટલાક ભાગો અરવલ્લીના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે .પંચમહાલના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી જાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 28 સુધીમાં ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. તો વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.   

અંબાલાલ પટેલે કહ્યુ કે, પર્યષણના પર્વમાં અને ગણેશ ચતુર્થીના પર્વમાં રામદેવપીરના નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા રહેશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ થતાં અને પગપાળા યાત્રાઓ જતા વરસાદ ક્યાંક સારો ક્યાંક હરકત કરી શકે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી સારું છે પરંતુ 30 અને 31 પછી પૂર્વ ફાલ્ગુની પાણી સારું ગણાતું નથી. આ ઉપરાંત નવરાત્રિમાં તારીખ 23 સપ્ટેમ્બરથી ગરમી પડશે અને નવરાત્રીની શરૂઆતમાં વાદળ સારી વાતાવરણ રહી શકે છે. નવરાત્રિની છઠ્ઠથી નામ અને દશેરા ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.