khissu

આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી, આ તારીખમાં થશે ધોધમાર વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. મેઘસવારી હવે ઐરાવત પર સવાર થઈને ગુજરાતમાં આવશે. ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

15 અને 16 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આનુષંગિક સિસ્ટમના કારણે 17થી 24 દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવ્યા મુજબ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

ચોમાસાની ધરી નજીક આવતા ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી વિસ્તરેલી હોય છે. ધરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે. જેના પરિણામ સ્વરૂપે આ ધરી જ્યાં જ્યાં હોય ત્યાં ચોમાસું તીવ્રતાથી સક્રિય રહે છે.

જો ચોમાસાની ધરી ગુજરાતથી દૂર ગઈ તો વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે, પણ જો આ ચોમાસાની ધરી નજીક આવશે તો છપ્પરફાડ વરસાદ થઈ શકે છે. જોકે, એ નજીક આવશે કે દૂર જશે, તે અલગ-અલગ પરિબળો પર આધાર રાખે છે.