khissu

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જાણો આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા મોસમ માં અચાનક પલટો આવવાની આગાહી કરવામાં આવી હતી, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું. કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઉનાળા માં માવઠા ના કારણે ખેડૂતો ને પાક માં નુકસાન ની મોટી ચિંતા થઈ રહી છે. ઉનાળા ભર બપોર ની ગરમી માં એકાએક હવામાન બદલાયું છે.

આચનકજ વાદળ છાયા વત્રવર્ણ ની બાદ, ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આશરે બે કલાકમા લગભગ દોઢ ઈંચ જેટલા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. ગાજવીજ સાથે બપોરે કમોસમી વરસાદ શરૂ થયો છે. ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તો સાથે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. પરંતુ આવતીકાલથી વાતાવરણ સૂક્કું થવા લાગશે જેથી ગરમી વધશે. ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.7 ડિગ્રી નોંધાયું હતું.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ફકત 1000 રૂપિયા જમાં કરાવો, તમને મળશે લાખો રૂપિયાનું રિટર્ન, જાણો અહી

17 તારીખ બાદ ગરમી વધશે
કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો