Top Stories
khissu

આ 61 દેશોના લોકોનો પગાર ભારતીયો કરતા ઘણો વધારે છે, જાણો કોણ છે નંબર વન અને કેટલો છે સરેરાશ પગાર??

Average Monthly Salary: તાજેતરના વર્ષોમાં દેશમાં ઝડપી વિકાસ થયો છે અને તેની સાથે લોકોના પગારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે સરેરાશ માસિક પગારની બાબતમાં ભારત વિશ્વમાં ક્યાં સ્થાન પર છે? વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર વિશ્વના 61 દેશોના લોકોનો સરેરાશ માસિક પગાર ભારતીયો કરતા વધુ છે. આ યાદીમાં સૌથી ઉપર સ્વિત્ઝર્લેન્ડ છે. 

આ યુરોપિયન દેશના લોકોનો ટેક્સ પછીનો સરેરાશ માસિક પગાર 6,128 ડોલર એટલે કે લગભગ 5,09,359 રૂપિયા છે. આ ભારતીયોના સરેરાશ માસિક પગાર કરતાં લગભગ દસ ગણો વધારે છે. વિશ્વમાં સૌથી વધુ સરેરાશ માસિક પગાર મેળવનારાઓમાં લક્ઝમબર્ગ બીજા સ્થાને, સિંગાપોર ત્રીજા સ્થાને, અમેરિકા ચોથા સ્થાને અને કતાર પાંચમા સ્થાને છે.

લક્ઝમબર્ગના લોકોનો સરેરાશ માસિક પગાર $4,906 છે, સિંગાપોરનો $4,874 છે, અમેરિકાનો $4,675 છે અને કતારનો $4,250 છે. તે પછી UAE ($3,476), ડેનમાર્ક ($3,428), નેધરલેન્ડ ($3,404), હોંગકોંગ ($3,267) અને નોર્વે ($3,352) આવે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા 11માં જર્મની, 13માં કેનેડા, 14માં યુકે અને સ્વીડન 19માં ક્રમે છે. દક્ષિણ કોરિયા 24માં અને જાપાન 27માં નંબર પર છે. કોરિયામાં સરેરાશ માસિક પગાર $2,418 છે અને જાપાનમાં $2,177 છે.

ભારતીયોનો સરેરાશ માસિક પગાર 598 ડોલર એટલે કે લગભગ 49,705 રૂપિયા છે અને ભારત આ યાદીમાં 62મા સ્થાને છે. બ્રિક્સ દેશોમાં દક્ષિણ આફ્રિકા $1,177 સાથે પ્રથમ સ્થાને છે. ચીન 994 ડોલર સાથે વિશ્વમાં 45માં સ્થાને છે જ્યારે રશિયા 69માં સ્થાને ભારતથી પણ નીચે છે. આ યાદીમાં 244 ડોલર સાથે બાંગ્લાદેશ 92માં અને પાકિસ્તાન 169 ડોલર સાથે 96માં નંબરે છે. ઇજિપ્તના લોકોનો સરેરાશ માસિક પગાર $146 છે, જ્યારે સીરિયન લોકોનો સરેરાશ માસિક પગાર $46 છે કે જેઓ ઘણા વર્ષોથી યુદ્ધ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.