khissu.com@gmail.com

Top Stories
khissu

બેંક લોકર્સના નિયમો બદલાયાઃ RBIએ બેંક લોકર્સ સંબંધિત નિયમોમાં બદલાવ કર્યો, જાણો નવો નિયમ

બેંક લોકર એક એવું લોકર છે જેમાં તમે તમારી કિંમતી ચીજવસ્તુઓ મૂકી શકો છો. બેંક લોકરમાં તમારાં દસ્તાવેજ, ઘરેણાં તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સુરક્ષીત રીતે મૂકી શકો છો. જો કે બેંક તમારી પાસેથી બેંકમાં લોકર રાખવા માટેનો ચાર્જ લેશે. પરંતુ લોકર રાખવાથી તમને ઘણો ફાયદો પણ થાય છે. નોંધનિય છે કે RBI એ હાલમાં બેંક લોકર સબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. તો આવો જાણીએ....

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વખતે ફરી RBIએ બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે બેંકમાં લોકર લીધું છે અને તેમાં તમારું સોનું-ચાંદી કે અન્ય કિંમતી ચીજવસ્તુઓ રાખી છે તો આ સમાચાર ચોક્કસ વાંચો.

આ પણ વાંચો: હાથીયો નક્ષત્ર: કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો કયું વાહન ? કેવો વરસાદ?

ગ્રાહક વળતર માટે હકદાર
રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, રિઝર્વ બેંક (RBI)એ બેંકમાં લોકર લેતા ગ્રાહકોની ફરિયાદ પર નિયમોમાં ફેરફાર કર્યો છે. અવારનવાર ગ્રાહકો તરફથી બેંક લોકરમાં ચોરીની ફરિયાદો આવતી હોય છે. જો કે, હવે જો લોકરમાંથી કંઈપણ ચોરાઈ જશે તો ગ્રાહકને સંબંધિત બેંક તરફથી લોકરના ભાડાના 100 ગણા સુધી વળતર આપવામાં આવશે.


પ્રતીક્ષા યાદી નંબર ડિસ્પ્લે પર દર્શાવવામાં આવશે
હકીકતમાં, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે બેંકો ચોરીની ઘટનાથી બચી જાય છે.  ગ્રાહકને કહેવામાં આવ્યું કે લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓ માટે તે જવાબદાર નથી.  આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે બેંકોએ ખાલી લોકરની યાદી, લોકર્સ માટે વેઈટીંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર મૂકવા પડશે.  તેનાથી લોકર સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે.  આરબીઆઈનું માનવું છે કે બેંક તરફથી ગ્રાહકને અંધારામાં રાખી શકાય નહીં.

એક સમયે વધુમાં વધુ 3 વર્ષ માટે ભાડું લઈ શકો છો
જ્યારે પણ તમે લોકરનો ઉપયોગ કરશો, તે તમને બેંક દ્વારા ઈ-મેલ અને SMS દ્વારા જાણ કરવામાં આવશે.  આરબીઆઈએ કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે આ નિયમ બનાવ્યો છે. બેંકોને એક સમયે વધુમાં વધુ ત્રણ વર્ષ માટે લોકરનું ભાડું વસૂલવાનો અધિકાર છે. જો લોકરનું ભાડું રૂ. 2,000 છે તો બેન્ક તમારી પાસેથી અન્ય મેન્ટેનન્સ ચાર્જને બાદ કરતાં રૂ. 6,000થી વધુ વસૂલ કરી શકશે નહીં.

આ પણ વાંચો: 1 તારીખથી લાગુ થશે 8 નિયમો: ખિસ્સા ઉપર અસર પડે તે પેહલા જાણી લો...

સીસીટીવી કેમેરાની મદદથી લોકર રૂમમાં આવતા-જતા લોકો પર પણ નજર રાખવી જરૂરી છે. આ સિવાય 180 દિવસના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાના રહેશે. ચોરી કે અન્ય કોઈ અકસ્માતના કિસ્સામાં પોલીસ CCTV ફૂટેજની મદદથી તપાસ કરી શકશે.

મિત્રો, આવી જ અગત્યની અને મહત્વની માહિતી જાણવા માટે અમારા Khissu ફેસબુક પેજને ફોલો કરો, સાથે જ khissu application ડાઉનલોડ કરી લો.