ઉત્તરા નક્ષત્ર પૂર્ણ થવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે હવે સુર્યનો હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્રનાં પ્રવેશ થવા જઇ રહ્યો છે. જો કે ઉત્તરા નક્ષત્રોમાં કોઈ એવો ખાસ વરસાદ જોવા મળ્યો નથી. અનેક વિસ્તારોમાં વરાપ જોવા મળી રહી છે. પણ હવે સુર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થવા જઇ રહ્યો છે.
સુર્યનો હાથિયા નક્ષત્રમાં પ્રવેશ 27 સપ્ટેમ્બર 2022 નાં રોજ 12:44 કલાકે શિયાળના વાહન સાથે પ્રવેશ થશે. જૂની લોકવાયકઓ મુજબ હાથિયા નક્ષત્રમાં જે વરસાદ થાય એ બપોર બાદ થતો હોય છે. હાથિયા નક્ષત્ર માટે એક જૂની લોકવાયકા પણ છે.
હાથિયો વરસે હાર, તો આખું વરસ પર
જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથીયો
હાથી નક્ષત્ર ભારે વરસાદનુ છેલ્લું નક્ષત્ર ગણાઈ છે. ત્યાર બાદ નાં (સ્વાતિ, ચિત્રા) નક્ષત્રોમાં માવઠા ગણવામાં આવે છે.હાથી નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકશાન કારક બંને ગણાઈ છે. જેમ કે છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાક નુકસાન થઇ શકે છે. અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષ પાછળનો હાથિનો સારો વરસાદ ગણી શકાય છે.
અમુક વિસ્તારોમાં વીજળી પડવાના કિસ્સા પણ મળી આવતાં હોય છે. ઘણી વાર મિની વાવાઝોડા જેવા પવન (wind) સાથે વરસાદ નું આગમન થતું હોય છે. હાથી નક્ષત્રમાં બપોર બાદ થી સાંજના સમયગાળામાં વધારે વરસાદ પડતો હોય છે. જ્યાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડી જતો હોય છે
કહેવાઈ છે કે હાથી ત્રણ પગ (3 દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ નાં પડે. અને ઘણી વાર છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે હાથી પુછડી ફેરવતો ગયો. મતલબ ઘણી છેલ્લે વખ ત ભારે વરસાદ પડી જતો હોય છે. હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળતો હોય છે.
મિત્રો, આવી જ અગત્યની અને મહત્વની માહિતી જાણવા માટે અમારા Khissu ફેસબુક પેજને ફોલો કરો, સાથે જ khissu application ડાઉનલોડ કરી લો.