Top Stories
આજે જ શરૂ કરો પોતાનો બિઝનેસ, જાણો SBIના પ્લેટિનમ, ગોલ્ડ અને ડાયમંડ ખાતા વિશેની માહિતી

આજે જ શરૂ કરો પોતાનો બિઝનેસ, જાણો SBIના પ્લેટિનમ, ગોલ્ડ અને ડાયમંડ ખાતા વિશેની માહિતી

SBI કરંટ એકાઉન્ટઃ આજકાલ મોટાભાગની બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ આપી રહી છે. જો વાત બાળકો માટે બચત ખાતું ખોલાવવાની હોય તો તેમાં વિવિધ પ્રકારના લાભો આપવામાં આવી રહ્યા છે. પરંતુ જો વાત બિઝનેસમેનની હોય તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના માટે પણ કેટલીક ખાસ ઑફર્સ આપી રહી છે. આ અંતર્ગત વ્યાપારીઓ, પ્રોફેશનલો, વેપારીઓના રેગુલર, ગોલ્ડ અને પ્લેટિનમ કરંટ એકાઉન્ટમાં અલગ-અલગ લાભ મળશે.

SBI પ્લેટિનમ કરંટ એકાઉન્ટ: પ્લેટિનમ કરંટ એકાઉન્ટ ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે કે જેઓ તેમના વ્યવસાય માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ ઇચ્છે છે. પ્લેટિનમ કરંટ એકાઉન્ટ હેઠળ ગ્રાહકોને 10,00,000 રૂપિયા સુધીનું માસિક સરેરાશ બેલેન્સ મળે છે, જ્યારે દર મહિને 2 કરોડ રૂપિયાની ફ્રી કેશ ડિપોઝીટની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત, હોમ બ્રાન્ચમાંથી અમર્યાદિત રોકડ ઉપાડ, અમર્યાદિત ફ્રી RTGS અને NEFT અને અમર્યાદિત ફ્રી મલ્ટિસિટી ચેક લીફ પણ ઉપલબ્ધ થશે. જો તમે પ્લેટિનમ કરંટ એકાઉન્ટ ખોલો છો, તો તમને દરરોજ 2,00,000 રૂપિયાની ઉપાડ મર્યાદા સાથેનું એક ફ્રી પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ અને SBI બેંકની 22,000 થી વધુ શાખાઓમાં રોકડ ઉપાડ અને ડિપોઝિટની સુવિધા પણ મળશે.

SBI ગોલ્ડ કરન્ટ એકાઉન્ટ: જ્યારે ગોલ્ડ કરન્ટ એકાઉન્ટ અગ્રણી ઉદ્યોગપતિઓ, પ્રોફેશનલો, વેપારીઓ વગેરે માટે યોગ્ય છે જેઓ જથ્થાબંધ રોકડ વ્યવહારો કરે છે અને તેમની કામગીરીને વિસ્તૃત અને વૈવિધ્યીકરણ કરવા માગે છે. આમાં નોંધપાત્ર વધારાની સેવાઓ રાહત દરે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત SBI ગોલ્ડ કરન્ટ એકાઉન્ટ હેઠળ, માસિક સરેરાશ બેલેન્સ રૂ. 1,00,000 સુધી ઉપલબ્ધ છે. જ્યારે, દર મહિને 25,00,000 સુધીની ફ્રી કેશ ડિપોઝીટ અને RTGS અને NEFT દ્વારા ફ્રી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, દર મહિને 50 ડિમાન્ડ ડ્રાફ્ટની સુવિધા પણ ફ્રી મળે છે.

રેગ્યુલર કરંટ એકાઉન્ટઃ રેગ્યુલર કરંટ એકાઉન્ટ તે નાના વેપારીઓ, પ્રોફેશનલ્સ, ટ્રેડર્સ વગેરે માટે યોગ્ય છે જેઓ નજીવી કિંમતે તમામ સુવિધાઓ સાથે ચાલુ ખાતું ઇચ્છે છે. આ ખાતા હેઠળ, માસિક સરેરાશ બેલેન્સ 5,000 રૂપિયા સુધી ઉપલબ્ધ છે. તો બીજી તરફ, દર મહિને 5,00,000 રૂપિયા સુધીની મફત રોકડ ડિપોઝિટ અને હોમ બ્રાન્ચમાંથી મફત રોકડ ઉપાડની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આમાં, રોકડ ઉપાડવાની અને જમા કરવાની સુવિધા તમામ 22000+ SBI બેંક શાખાઓમાં અન્ય બંને ખાતાના લાભોની જેમ જ ઉપલબ્ધ હશે.

ડાયમંડ કરન્ટ એકાઉન્ટઃ ડાયમંડ કરન્ટ એકાઉન્ટ એવા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, ટોચના પ્રોફેશનલો, મોટા વેપારીઓ માટે ખૂબ જ યોગ્ય છે જેઓ દેશભરમાં ફેલાયેલા છે. આ ઉપરાંત, ડાયમંડ કરન્ટ એકાઉન્ટમાં માસિક સરેરાશ બેલેન્સ રૂ. 5,00,000 સુધીની સુવિધા છે, સાથે દર મહિને રૂ. 1 કરોડ સુધીની ફ્રી કેશ ડિપોઝીટ અને હોમ બ્રાન્ચમાંથી મફત અમર્યાદિત રોકડ ઉપાડની સુવિધા છે.