ભાદરવો ધોધમાર: હસ્ત નક્ષત્રમાં ભુક્કા બોલાવશે મેઘો, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

ભાદરવો ધોધમાર: હસ્ત નક્ષત્રમાં ભુક્કા બોલાવશે મેઘો, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વરસાદનું આગામી ચરણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. હાલની સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહી હોવાથી, 8 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટશે અને 9 સપ્ટેમ્બરથી રાજ્યમાં સ્થિતિ સામાન્ય બની જશે. જોકે, 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જે ગુજરાતમાં ફરી વરસાદ લાવશે.

નવરાત્રીમાં વરસાદ અને ગરમીની આગાહી

અંબાલાલ પટેલ એ જણાવ્યું કે 23 સપ્ટેમ્બર પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. જોકે, 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરના સમયગાળામાં ગરમી અને હળવા લો પ્રેશરના કારણે નવરાત્રીની શરૂઆતમાં વરસાદની શક્યતા રહે છે. ખાસ કરીને, હસ્ત નક્ષત્ર (જે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હોય છે) ગાજવીજ સાથે વરસવાની શક્યતા છે, જેના કારણે નવરાત્રીના છઠ્ઠા નોરતાથી દશેરા સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આનું કારણ ચોમાસાની વિદાય છતાં બંગાળના ઉપસાગરની સક્રિયતા છે.

તેમણે નવરાત્રી દરમિયાન પણ છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર, રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ હવે ધીરે ધીરે ઉત્તર દિશામાં શિફ્ટ થઈ રહી છે. આ સિસ્ટમ કચ્છના માર્ગે પાકિસ્તાન તરફ આગળ વધશે. આ પ્રક્રિયા દરમિયાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા રહેશે.

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, આગામી સમયમાં ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, અને જામનગર ના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધરા, અને મોરબી ના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. જોકે, આ સિસ્ટમ ધીમે ધીમે ઉપર તરફ જતી હોવાથી મધ્ય ગુજરાત ના અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. 8 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે અને 9 સપ્ટેમ્બરથી રાજ્યના મોટા ભાગોમાં હવામાન સામાન્ય બની જશે.

મધ્ય સપ્ટેમ્બરમાં ફરી વરસાદની સંભાવના

એક તરફ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થશે, બીજી તરફ નવા વરસાદી રાઉન્ડની શક્યતાઓ પણ છે. અંબાલાલ પટેલ ના મતે, 15 સપ્ટેમ્બર આસપાસથી જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયના પડઘમ વાગશે. પરંતુ, 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર સિસ્ટમ બનશે. આ સિસ્ટમના કારણે 18 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના ઘણા ભાગોમાં ફરી વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદનું પ્રમાણ 2 થી 3 ઇંચ કે તેથી વધુ રહી શકે છે.