Top Stories
દિવાળીનાં તહેવાર પર મોટો ફટકો, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો નવા ભાવ

દિવાળીનાં તહેવાર પર મોટો ફટકો, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો નવા ભાવ

દિવાળી પર સામાન્ય લોકોને આંચકો લાગવાનો છે.  આજે, 1 નવેમ્બર 2024ના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કર્યો છે.

કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. IOCLની વેબસાઈટ મુજબ, નવા દરો આજથી 1 નવેમ્બર 2024થી અમલમાં આવી ગયા છે.

એલપીજી સિલિન્ડર મોંઘું થયું
આજે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ છે. એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કર્યો છે.

દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 1740 રૂપિયાથી વધીને 1802 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં સિલિન્ડર 1850.50 રૂપિયાને બદલે 1911.50 રૂપિયામાં મળશે.  મુંબઈમાં સિલિન્ડર 1692.50 રૂપિયાના બદલે 1754 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં સિલિન્ડર 1903 રૂપિયાના બદલે 1964 રૂપિયામાં મળશે.

  અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો 

14 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિલિન્ડર ઓગસ્ટ 2023ના દરે ઉપલબ્ધ છે. દિલ્હીમાં તેની કિંમત ₹803, કોલકાતામાં ₹829, મુંબઈમાં ₹802.50 અને ચેન્નાઈમાં ₹818.50 છે.

સામાન્ય ગ્રાહકો માટે, દિલ્હીમાં તેની કિંમત ₹803 છે, જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે, તેની કિંમત ₹603 છે. સરકારે ઓગસ્ટ 2023માં આ સિલિન્ડરની કિંમતમાં લગભગ ₹100નો ઘટાડો કર્યો હતો.

છેલ્લા બે મહિનામાં કિંમતો
સપ્ટેમ્બરમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ₹1691, કોલકાતામાં ₹1802, મુંબઈમાં ₹1644 અને ચેન્નાઈમાં ₹1855 હતી. 1 ઓગસ્ટના રોજ, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ₹1652.50, કોલકાતામાં ₹1764.50, મુંબઈમાં ₹1605 અને ચેન્નાઈમાં ₹1817 હતી.