ડુંગળીની બજારમાં રજાઓ બાદ સરેરાશ મજબૂતાઈ જોવા મળી હતી. એક સપ્તાહની લાંબી રજાઓ બાદ મહુવા અને રાજકોટ યાર્ડ શરૂ થઈ ગયા હતા, પંરતુ ગોંડલ યાર્ડ હજી મંગળવારથી શરૂ થશે. આવકો એકદમ ઓછી હતી, જેને પગલે ભાવ પણ ઊંચા રહ્યાં હતાં. મહુવામાં લાલ ડુંગળીની ૪૨૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૪૪ અને સફેદમાં ૪૩૩ થેલીની આવક સામે ભાવ રૂ.૮૫થી ૧૪૮નાં હતાં.
આ પણ વાંચો: રેશનકાર્ડમાં પત્ની અને બાળકનું નામ કેવી રીતે ઉમેરવું? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શીખો
રાજકોટમાં ડુંગળીની ૨૫૦૦ ક્વિન્ટલની આવક થઈ હતી અને ભાવ રૂ.૫૦થી ૨૮૦નાં હતાં. ડુંગળીમાં આગામી દિવસોમાં આવકો બહુવધે તેવી સંભાવનાં નથી, જેને પગલે ભાવ મજબૂત રહી શકે છે. સાઉથની આવકો ઉપર પણ બજારનો મોટો આધાર રહેલો છે. નાશીકમાં હજી મોટો સ્ટોક હોવાથી ભાવ વધશે તો ત્યાં વેચવાલી વધી શકે છે.
કપાસની બજારમાં આવકો નથી અને બજારો વાયદાની પાછળ-રૂની પાછળ સતત વધી રહી છે. કપાસનાં ભાવમાં તહેવારોની રજાઓ બાદ મણે રૂ.૫૦નો વધારો થઈ ચૂક્યો છે અને ભાવ હજી વધે તેવી ધારણાં છે, પંરતુ હવે બહુ વધારો નહીં આવે.
આ પણ વાંચો: આવતા મહિનાથી બદલાઇ જશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સબંધિત આ નિયમો
આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની બે-ચાર ગાડીની આવક હતી અને ભાવ ભાવ રૂ.૨૩૫૦થી ૨૪૫૦નાં હતાં. કપાસનાં ભાવ ગામડે બેઠા રૂ.૨૫૦૦નાં ભાવ બોલાવા લાગ્યાં છે, જોકે માલ બહુ નથી. પંદરથી ૨૦ દિવમસાં નવો કપાસ આવવા લાગશે. કડીમાં પણ વિસેક દિવસમાં મહારાષ્ટ્રનાં કપાસની આવકો શરૂ થઈ જાય તેવી ધારણાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.સૌરાષ્ટ્ટની મંડીઓમાં નવો કપાસ મુહૂર્તનાં સૌદા માટે આવે છે અને ખોટી રીતે ઊંચા ભાવ બોલીને વેપારો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: સાવધાન ગુજરાત: રાજયના 12 જિલ્લામાં યલો અને ઓરેંજ એલર્ટ જાહેર
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બી.ટી. | 2100 | 2406 |
ઘઉં લોકવન | 440 | 482 |
ઘઉં ટુકડા | 441 | 524 |
જુવાર સફેદ | 470 | 710 |
જુવાર પીળી | 370 | 480 |
બાજરો | 325 | 465 |
તુવેર | 1082 | 1404 |
ચણા પીળા | 800 | 911 |
ચણા સફેદ | 1750 | 2200 |
અડદ | 1150 | 1554 |
મગ | 1118 | 1412 |
વાલ દેશી | 1350 | 1870 |
વાલ પાપડી | 1825 | 2005 |
ચોળી | 900 | 1350 |
વટાણા | 900 | 1337 |
સુરજમુખી | 850 | 1190 |
એરંડા | 1242 | 1472 |
અજમો | 1550 | 1940 |
સુવા | 1175 | 1450 |
સોયાબીન | 1081 | 1149 |
કાળા તલ | 2150 | 2700 |
લસણ | 100 | 425 |
ધાણા | 2150 | 2345 |
મેથી | 1000 | 1320 |
રાયડો | 1070 | 1220 |
રજકાનું બી | 3500 | 4300 |
ગુવારનું બી | 820 | 910 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જુવાર | 600 | 665 |
બાજરો | 387 | 476 |
ઘઉં | 360 | 491 |
મગ | 900 | 1390 |
ચોળી | 500 | 525 |
ચણા | 850 | 901 |
મગફળી ઝીણી | 1000 | 1200 |
મગફળી જાડી | 1000 | 1210 |
તલ | 2250 | 2445 |
રાયડો | 1030 | 1140 |
લસણ | 30 | 275 |
જીરું | 3130 | 4730 |
અજમો | 1400 | 2350 |
ધાણા | 1700 | 2125 |
ડુંગળી | 125 | 266 |
સિંગદાણા | 1400 | 1805 |
કલોંજી | - | - |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી જાડી | 950 | 1280 |
કપાસ | 1850 | 1960 |
જીરું | 3700 | 4701 |
એરંડા | 1400 | 1460 |
તુવેર | 840 | 1290 |
તલ કાળા | 1935 | 2405 |
ધાણા | 1750 | 2136 |
ઘઉં | 420 | 450 |
મગ | 915 | 1385 |
ચણા | 785 | 901 |
સિંગદાણા | 1350 | 1580 |
કલોંજી | 1610 | 2340 |
કાળી જિરી | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | ઉંચો ભાવ | નીચો ભાવ |
---|---|---|
ઘઉં | 444 | 496 |
જીરું | 2651 | 4601 |
એરંડા | 1151 | 1461 |
તલ | 2001 | 2451 |
ચણા | 731 | 906 |
મગફળી ઝીણી | 100 | 1411 |
મગફળી જાડી | 950 | 1481 |
ડુંગળી | 81 | 261 |
લસણ | 71 | 331 |
ધાણા | 1000 | 2311 |
તુવેર | 751 | 1421 |
મગ | 801 | 1341 |
મેથી | 800 | 1071 |
રાઈ | 1141 | 1171 |
ઘઉં ટુકડા | 430 | 556 |
શીંગ ફાડા | 1051 | 1621 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 450 | 495 |
બાજરો | 300 | 452 |
ચણા | 800 | 900 |
તુવેર | 1060 | 1403 |
મગફળી જાડી | 800 | 1200 |
સિંગફાડા | 1000 | 1330 |
તલ | 1800 | 2377 |
તલ કાળા | 2200 | 2616 |
ધાણા | 2020 | 2348 |
મગ | 1150 | 1365 |
સોયાબીન | 1000 | 1151 |
મેથી | 750 | 996 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં | 420 | 510 |
મગફળી ઝીણી | 1070 | 1280 |
સિંગદાણા | 1300 | 1834 |
જીરું | 2730 | 4750 |
બાજરો | 415 | 441 |
તલ કાળા | 1421 | 2293 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 2100 | 2251 |
સિંગ મઠડી | 1212 | 1309 |
શીંગ મોટી | 1050 | 1460 |
શીંગ દાણા | 1285 | 1850 |
તલ સફેદ | 1650 | 2451 |
તલ કાળા | 1430 | 2740 |
તલ કાશ્મીરી | 2336 | 2424 |
બાજરો | 492 | 527 |
ઘઉં | 414 | 541 |
ઘઉં લોકવન | 463 | 489 |
મગ | 850 | 1283 |
ચણા | 650 | 895 |
તુવેર | 804 | 1332 |
જીરું | 3400 | 4630 |
મેથી | 901 | 946 |
સોયાબીન | 1045 | 1086 |
ગોળ | - | - |