દેશમાં વીજળીની માંગ દિવસે ને દિવસે વધતી જ જાય છે. વીજળી વિભાગના સચિવ પંકજ અગ્રવાલે કહ્યું હતું કે ભારતની સર્વાધિક વીજળીની માંગ 2031 – 32 સુધીમાં 400 ગીગવોટને પણ પાર કરી શકે છે. મે મહિના સુધીમાં જ વીજળીની માંગ 250 ગીગાવોટને પાર કરી ચૂકી છે એવું પણ એમણે ઉમેર્યું હતું.
મળતા અહેવાલો અનુસાર પંકજ અગ્રવાલે આ માંગને પહોંચી વળવા આપણી પાસે 900 ગીગાવોટ જેટલી વીજળી ઊભી કરવાની ક્ષમતા હોવી જોઈએ એવી વાત પણ કરી હતી. અલબત, હવે ચોમાસું શરુ થતા વીજળીની માંગમાં ઘટાડો પણ શરુ થયો છે.
2031 – 32 સુધી વીજળીનો વપરાશ પહેલા 384 ગીગાવોટ જેટલો થશે અને પછી તે 400ના આંકડાને પણ પાર કરશે એવું વીજળી વિભાગનું અનુમાન છે. વીજળી બચાવોના અભિયાન અને તે માટેની જાગૃતિની કામગીરી તો વર્ષોથી આપણા દેશમાં ચાલી રહ્યા છે પરંતુ વીજળીના બચાવ માટે, તેના વિકલ્પોની શોધ માટે કોઈ ખાસ પ્રયત્નો લોકો તરફથી થયા હોય એવું દેખાતું નથી.
Copyright © 2024 Khissu. All Rights Reserved