ચોમાસાની બદલાતી પેટર્ન:  આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ ક્યાં જિલ્લામાં?

ચોમાસાની બદલાતી પેટર્ન: આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ ક્યાં જિલ્લામાં?

 રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, સાથે જ ગરમી પણ વધી રહી છે. ગરમીનો પારો ઊંચો ચડ્યો છે ત્યારે અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પણ પડ્યા છે. એવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી લઈને મધ્ય વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી 8 અને 9 તારીખે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનાવને કારણે વરસાદનું જોર વધશે. એમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. 11 સપ્ટેમ્બર થી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, 6-7 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળી શકે છે. જેના કારણે આ સ્થળોએ વરસાદની સંભાવના છે.

જો કે 15 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવા જઈ રહી છે. તેમ છતાં અંબાલાલ પટેલે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ વાત કરીએ તો રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.