khissu

ચેતીજજો / સ્માર્ટફોન છીનવી રહ્યું છે બાળકોનુ નાનપણ, શું બાળકોને સ્માર્ટફોન આપવો હિતાવહ છે? જાણો બાળકોને સ્માર્ટફોન થી દુર કઈ રીતે રાખી શકો

વિકાસ અને ટેક્નોલોજીનાં આ યુગમાં સ્માર્ટફોન માનવ જીવનનો મહત્વપુર્ણ હિસ્સો બની ગયો છે. કોઈ વ્યક્તિ એક ક્ષણ માટે પણ મોબાઇલને દૂર રાખવા નથી માંગતો. જેના કારણે આજે નાના બાળકો પણ માતા પિતાને જોઈને મોબાઈલનાં હેવાયા થઈ ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે લાડ લડાવવાના કારણે બાળકના જીવનમાં આ એન્ડ્રોઇડ મોબાઇલથી કેટલું નુકસાન થાય છે?

વિશેષજ્ઞોનું માનવું છે કે બાળકોથી મોબાઈલને બને એટલો દૂર રાખવો જોઈએ. થાય છે એવું કે માતા પિતા પહેલા તેમના બાળકોને સ્માર્ટ ફોન, ટેબ્લેટ અથવા આઇપેડ વગેરેથી લાડ લડાવે છે અને પછી તેના પરિણામો ભોગવે છે.

સ્માર્ટફોન કે ટેબલેટથી થતા નુકસાન:- સ્માર્ટફોન થી સૌથી મોટુ નુકસાન એ થાય છે કે બાળક મોબાઈલ થી ટેવાઈ જાય છે. જો બાળક સ્માર્ટફોન નો ઉપયોગ પોતાના અભ્યાસ માટે કરે છે તો પણ નુકસાન થાય છે. જે કામ માટે તેને પુસ્તકના પન્ના ફેરવવા જોઈએ તે કામ ગૂગલ કરી આપે છે, એટલે જ બાળકો પુસ્તકો વાંચવામાં ઓછો રસ દાખવે છે અને આળસુ થતાં જાય છે.

બાળકોની યાદશક્તિને પણ નુકસાન થાય છે. પહેલા લોકો ફોન નંબર સરળતાથી યાદ રાખતા હતા. ઘણા હિસાબો આંગળીના ટેરવે થઈ જતાં, માત્ર આ જ નહિ, લોકોના બર્થ ડે પણ સરળતાથી યાદ રાખી શકતા હતા. પરંતુ હવે આ બધા કામો સ્માર્ટ ફોન કરે છે. તેથી બાળકોને પોતાનું મગજ લગાવવાની જરૂર નથી પડતી.

બાળકને પૂરતી ઉંઘ જરૂરી છે. 
બાળકો માટે પૂરતી ઊંઘ જરૂરી છે.,પરંતુ જો બાળકને સ્માર્ટફોન ની ટેવ પડી જાય તો પછી બાળક રાત્રિના મોડે સુધી સ્માર્ટફોનનો ઊપયોગ કરે છે, ગેમ રમે છે અથવા તો મૂવી જોવે છે. સતત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી આંખોને ઘણું નુકશાન થાય છે.

સ્માર્ટફોન થી તમે ઘણી બધી એપ ડાઉનલોડ કરી શકો છો. સાથે જ યુ ટ્યુબ પર વીડિયો જોઈ શકો છો અને ઈન્ટરનેટ પર બધી જ માહિતી મળી જતી હોય છે. એવામાં બાળકો સ્માર્ટફોનની મદદથી ઘણી વસ્તુ જોઈ શકે છે જેની જરૂર તેને નથી. દિલ્લીમાં થોડા સમય પહેલા એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં 5 વર્ષના છોકરાએ તેની ઉંમરની છોકરીનો બળાત્કાર કર્યો હતો. આ ઘટના પાછળ માનવું છે કે મોબાઇલ ફોન પર કોઈ વીડિયો ક્લિપ જોઈને આ છોકરો પ્રેરિત થયો હશે.

બાળકને સ્માર્ટ ફોનથી કંઈ રીતે દૂર રાખી શકશો? 
બાળકને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરો અને તમે પણ સાથે જોડાવ. જેથી બાળકનો શારિરીક વિકાસ થશે અને તમને પણ આનંદ થશે. તમે પણ મોબાઇલ ફોન મુકીને પરીવાર સાથે સમય વિતાવો. બાળકોને બધી સુવિધા ન આપો, તેને નાના મોટા કામ સોંપો જેથી તેને પોતાની જિમ્મેદારીનો અહેસાસ થાય.