khissu

આજથી નક્ષત્ર બદલાયું: જાણો ચોમાસું વિદાય અને આ નક્ષત્રમાં વરસાદ આગાહી?

છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે, જોકે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે હજી આવનાર બે દિવસ સુધી વરસાદની શક્યતા યથાવત્ રહેશે. જોકે આજથી ગુજરાતમાં વરસાદનું નક્ષત્ર પણ બદલાયુ છે. આજથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: આજે 13/09/2022 થી ગધેડા વાહન સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 27 તારીખ સુધી ચાલુ રહેશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી હસ્ત એટલે કે હાથી નક્ષત્રની શરૂઆત થશે. હાથી નક્ષત્રમાં તોફાની પવન સાથે વરસાદ પડતો હોય છે.

વરસાદની આગાહી: ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે એટલે કે પાક સડી જતો હોય છે.
"જો વરસે ઓતરા તો કાઢી નાખે ચોતરા 
જો વરસે ઓતરા તો ધાન ન થાય કુતરા"

આ વર્ષે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં વેધર મોડલ મુજબ સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નથી. આજથી બે દિવસ સુધી વરસાદનુ જોર થોડું રહી શકે છે ત્યાર પછી વરસાદનું જોર ઘટી જશે અને છેલ્લા દિવસોમાં ઝાપટાં સ્વરૂપે અમુક ભાગોમાં વરસાદ જોવા મળશે બાકી આ નક્ષત્રમાં ભારે અને સાર્વત્રિક વરસાદની શક્યતા છે નહીં. મંડાણી નો વરસાદ નોંધાશે. 

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થતી હોય છે. જોકે આ નક્ષત્ર પછી ભારે વરસાદ નક્ષત્ર તરીકે હસ્ત એટલે કે હાથી નક્ષત્રને ગણવામાં આવે છે. જો હથોડો પૂછ ફેરવે તો ભારે વરસાદ પડતો હોય છે.

ચોમાસું વિદાય ક્યારે લેશે?
એવું કહેવાઈ છે કે ભાદરવા મહિનાનાં 20 દિવસ પછી ચોમાસું વિદાય લેવાની શરૂ કરતુ હોય છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં ચોમાસું ગુજરાત કે રાજસ્થાન માંથી વિદાય લે તેવી કોઈ શક્યતા જણાતી નથી. એટલે સામાન્ય હળવો ઝાપટા નો વરસાદ યથાવત્ રહેશે.