કપાસના ભાવ રૂ. 1850 ને પાર બોલાયા, કપાસ વેચવાની સારી તક, જાણો આજના તમામ બજારોના ભાવ

કપાસના ભાવ રૂ. 1850 ને પાર બોલાયા, કપાસ વેચવાની સારી તક, જાણો આજના તમામ બજારોના ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો,
શરદ પૂનમ થી જીનીગનાં કામકાજો શરૂ થતાં જ કાચા કપાસની માર્કેટમાં ડિમાન્ડ વધવા લાગી છે. વરસાદ પડવાના કારણે આવકો ઘટી હતી. પરંતું ભાવમાં ઉછાળો નોંધાયો છે. આ વર્ષે કપાસના ભાવ સારા રહેશે તેવું અનુમાન નિષ્ણાંતો લગાવી રહ્યા છે. એમાં પણ વખતે કપાસનું વાવેતર ઓછુ છે અને વરસાદ પાડવાનાં કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: મગફળીની બજારમાં જોરદાર તેજી, 1700 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં બજાર ભાવ

ગઈકાલે કપાસના ભાવમાં મણે 30 થી 50 નો વધારો જોવા મળ્યો હતો. નવા કપાસના ભાવ મણે 1750 થી 1800ની વચ્ચે ક્વોટ થતાં હતાં. શરદ પૂનમ જતા જ કપાસના ભાવમાં રૂ. 50 ની તેજી જોવા મળી હતી. અને મેઈન માર્કેટ યાર્ડો માં આવક વધીને સવા બે લાખ સુધી પહોંચી હતી.

મહારાષ્ટ્રમાંથી કપાસની 20-25 ગાડીની આવકો નોંધાઇ હતી. હાલ કાઠિયાવાડના કપાસમાં અંદાજે 30-35 ટકા અને મહારાષ્ટ્રના કપાસમાં 65-70 ટકા હવા આવી રહી હોઇ, સારી ક્વોલિટીના કપાસની અછત જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના ઉત્તમ ક્વોલિટીના કપાસની આવકો જામતા સમય લાગે તેવું લાગી રહ્યું છે. હાલ ખાનદેશ અને ધુલિયા લાઇન શરૂ થઇ છે.

આ પણ વાંચો: ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ: કયું વાહન ? કેટલો વરસાદ ? હવામાન વિભાગ ?

કોટન નિષ્ણાતો સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર 12-15 ટકા અને ઉતારા 15-17 ટકા વધવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતમાં કપાસનું 80 ટકાથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. જોકે, સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદને કારણે એકંદરે પાકમાં 30 ટકાનું નુકસાન થશે તેવું મનાય રહ્યું છે, તેમ છતાં 70 ટકા કપાસને ફાયદો થશે તેવી આશા વ્યક્ત થઇ રહી છે. ગુજરાતમાં કપાસનું વાવેતર વધ્યું હોવાનો અંદાજ છે.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 11/10/2022 સોમવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1650

1833

અમરેલી

1055

1863

સાવરકુંડલા

1720

1840

જસદણ

1500

1820

બોટાદ

1400

1885

મહુવા

1100

1757

ગોંડલ

1001

1851

કાલાવડ

1600

1906

જામજોધપુર

1600

1831

ભાવનગર

1400

1740

જામનગર

1400

1865

બાબરા

1580

1820

જેતપુર

1336

1860

વાંકાનેર

1600

1830

મોરબી

1701

1867

રાજુલા

1400

1810

હળવદ

1600

1820

વિસાવદર

1570

1776

તળાજા

1200

1765

બગસરા

1600

1835

ઉપલેટા

1500

1845

ધોરાજી

1621

1856

વિછીયા

1600

1800

ધારી

1205

1781

લાલપુર

1530

1880

ધ્રોલ

1600

1811

પાલીતાણા

1500

1750

સાયલા

1460

1820

હારીજ

1670

1851

ધનસૂરા

1600

1750

વિસનગર

1600

1811

વિજાપુર

1400

1841

કુકરવાડા

1500

1863

ગોજારીયા

1260

1760

હિંમતનગર

1450

1690

માણસા

1400

1841

પાટણ

1500

1835

થરા

1580

1810

સિધ્ધપુર

1608

1880

ડોળાસા

1150

1790

ટિંટોઇ

1420

1725

ગઢડા

1445

1801

ઢસા

1650

1811

કપડવંજ

1200

1500

વીરમગામ

1600

1784

ચાણસ્મા

1470

1802

ઉનાવા

1251

1862

શિહોરી

1490

1755

લાખાણી

1730

1771

સતલાસણા

1350

1600

આંબલિયાસણ

1439

1751