નમસ્તે ખેડુત ભાઈઓ,
દશેરા બાદ મગફળીનો પાક જોર શોરથી લેવાઈ રહ્યો છે. જે ખેડૂત મિત્રોએ મગફળીનો પાક કર્યો છે એ તમામ ખેડૂતો હવે પોતાની મગફળી માર્કેટ યાર્ડોમાં ઠલવી રહ્યા છે. મગફળીના બજાર ભાવો પર એક નજર કરીએ તો હાલ નવી મગફળીનો આવકો પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે. જો કે ભાવમાં સરેરાશ નરમાઇ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ: કયું વાહન ? કેટલો વરસાદ ? હવામાન વિભાગ ?
ઉત્તર ગુજરાતમાં ડીસા હિંમતનગર સહિતનાં માર્કેટ યાર્ડમા મગફળીની સારી આવક હતી. ડીસાની વાત કરીએ તો 54 હજાર બોરીની આવક સાથે સિઝનની સૌથી વધુ આવકો નોંધાઈ હતી. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો મગફળીની આવક 1.7 થી 2 લાખ ગુણી ની આવકો થઈ હતી.
જો કે હાથિયા નક્ષત્રમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં મગફળીનો પાક કાળો પડી ગયો છે. અને સારી ક્વોલિટી ની મગફળી બજારોમાં ઓછી આવી રહી છે.
રાજકોટમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને ભાવ ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦, એક્સ્ટ્રામાં રૂ.૧૩૫૦થી ૧૪૦૦, ૨૪ નંબર રોહીણીમાં રૂ.૧૧૫૦થી ૧૩૭૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૩૩૦, જી-૨૦માં રૂ.૧૨૭૦થી ૧૪૪૦ અને બીટી ૩૨ કાદરીમાં રૂ.૧૧૮૦થી ૧૩૪૦નાં ભાવ હતાં.
ડીસામાં ૫૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૫૦થી ૧૪૬૧નાં હતાં. હિંમતનગરમાં ૧૫થી ૧૭ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ.૧૨૨૫થી ૧૭૪૦નાં હતાં.
તા.10/10/2022, સોમવારના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1703 બોલાયો હતો અને અમરેલી, વિસાવદર, ગોંડલ, જામજોધપુર વગેરે માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 1300+ બોલાયો હતો.
આ પણ વાંચો: કપાસના ભાવમાં ભુક્કા કાઢતી તેજી, રૂ. 1850 ને પર ભાવ, જાણો જુદી જુદી માર્કેટ યાર્ડનાં ભાવો
જાડી મગફળી નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવ |
રાજકોટ | 1050-1417 |
અમરેલી | 899-1350 |
સાવરકુંડલા | 777-1407 |
જેતપુર | 911-1391 |
પોરબંદર | 1125-1126 |
વિસાવદર | 893-1521 |
મહુવા | 1118-1401 |
ગોંડલ | 900-1476 |
કાલાવડ | 1150-1365 |
જુનાગઢ | 1000-1380 |
જામજોધપુર | 1000-1340 |
ભાવનગર | 1236-1413 |
માણાવદર | 1375-1376 |
તળાજા | 950-1406 |
હળવદ | 1150-1498 |
જામનગર | 1000-1280 |
ભેસાણ | 900-1400 |
સલાલ | 1300-1500 |
દાહોદ | 1040-1180 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવ |
રાજકોટ | 1030-1350 |
અમરેલી | 830-1300 |
કોડીનાર | 970-1359 |
મહુવા | 955-1376 |
ગોંડલ | 930-1481 |
કાલાવડ | 1250-1480 |
જુનાગઢ | 1050-1500 |
જામજોધપુર | 1000-1361 |
ઉપલેટા | 1050-1280 |
વાંકાનેર | 1171-1481 |
જેતપુર | 886-1556 |
તળાજા | 1100-1435 |
ભાવનગર | 1000-1632 |
રાજુલા | 1046-1047 |
મોરબી | 1000-1334 |
જામનગર | 1100-1420 |
બાબરા | 1040-1100 |
ખંભાળિયા | 950-1275 |
લાલપુર | 1065-1200 |
ધ્રોલ | 1160-1315 |
હિંમતનગર | 1300-1741 |
મોડાસા | 1150-1626 |
ઇડર | 1350-1703 |
ઇકબાલગઢ | 1168-1472 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.