khissu

ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ: કયું વાહન ? કેટલો વરસાદ ? હવામાન વિભાગ ?

મિત્રો, હાથિયા નક્ષત્ર પૂરું થયું છે. અને આજથી એટલે કે 10 ઓકટોબર થી  સુર્યનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થયો છે. હાથિયા નક્ષત્ર દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ રાઉન્ડનો પ્રભાવ જોવા મળ્યો હતો. સાથે જ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

એક જૂની કહેવત છે કે જો હાથિયો નક્ષત્ર વરસે તો ચિત્રા અવશ્ય વરસશે છે. એવામાં હવામાન વિભાગના મોડલો પર નજર કરીએ તો આ દિવસો દરમિયાન રાજ્યમાં ફરીથી વરસાદની એક્ટિવિટી જોવા મળશે.

ચિત્રા નક્ષત્ર
10 ઓકટોબરે સુર્યનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થઈ ગયો છે. આ નક્ષત્ર દરમિયાન ચંદ્ર નક્ષત્ર જેસ્ઠા નક્ષત્ર રહેશે. ચિત્રા નક્ષત્રનું વાહન ઉંદર છે. આ નક્ષત્ર દરમિયાન જૂની કહેવત મુજબ 999 નદીનું સર્જન થયું હતું. જો આ વરસાદ પડે તો કેવું ચિત્ર બને તેનો અંદાજો તમે લગાવી શકો છો.

હાલના સમયે ખેડૂતોની મગફળી પાકી ગઈ છે અને કપાસમાં પણ મોટા પાયે વીણી શરૂ થઈ ગઈ છે. સાથે જ કપાસના પાકમાં નુકસાની થઇ ગઇ છે. એવામાં જો ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડે તો જગતના તાત ફરીથી મુશ્કેલીમાં મુકાઇ જશે.