khissu

ગુજરાતના લોકો સાવધાન થઈ જજો, ગુજરાત પર 'અસના' વાવાઝોડાનું ચક્કર

ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. ગુજરાતમાં આવી રહ્યું છે 'આસના' વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે.

મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું છે. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે.

ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે.

આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે.જ્યારે મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

જોરદાર પવન સાથે વરસાદની શક્યતા
જણાવી દઈએ કે ગુજરાતમાં હજુ પણ ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે, જેના કારણે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ડીપ ડિપ્રેશન સમયની સાથે નબળું પડશે, પરંતુ તે વધુ મજબૂત બન્યું. આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થતાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડું અને ભારે વરસાદ પડી શકે છે.