Top Stories
khissu

ફક્ત તમારા સ્માર્ટફોનથી કરો આ બિઝનેસ, થશે મોટી કમાણી

કોરોના મહામારીમાં જો તમે ઘરે બેસીને આવક કરવા માગતા હોય તો આજે અમે તમને એક સરસ બિઝનેસ વિશે જણાવીશું. જેમા તમે ઘરે બેઠા જ એકસ્ટ્રા ઈન્કમ કરી શકો છો.સૌથી મહત્વની વાત એ છે તમે આ કામ તમારી નોકરીની સાથે સાથે પણ કરી શકો છો. આ કામ માટે તમારે ફક્ત એક સ્માર્ટફોનની જરૂર પડશે.

તસવીરો વેચીને રૂપિયા કમાવો

અમે વાત કરી રહ્યા છીએ ફોટોગ્રાફીની. જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય અથવા તો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં તસવીરોની ઘણી માંગ હોય. તો આવા શોખ ધરાવતા લોકોને કહો કે સ્ટોક ફોટોગ્રાફી વેબસાઇટ્સ પોતાનામાં ફોટોગ્રાફ્સનો એક ભંડાર છે. જે લગભગ દરેક વિષયને આવરી લે છે. હવે એ પણ જાણી લો કે આ કામ કેવી રીતે કરે છે?

તમને જણાવી દઈએ કે, ફોટોગ્રાફરો ડેટાબેઝમાં કોઈપણ કેટેગરીમાં તેમના ફોટા અપલોડ કરી શકે છે. તમે કોઈપણ મેગેઝિન એડિટર, ડિઝાઇનર અથવા સંસ્થાને વેબસાઇટ સાથે કનેક્ટ કરી શકો છો, જેથી કરીને તમારા ફોટા અહીંથી ખરીદી શકાય. આ ઉપરાંત સ્ટોક વેબસાઇટ્સની સૌથી સારી વિશેષતા એ છે કે આના દ્વારા તમે ગમે તેટલી વાર તમારા ફોટા વેચી શકો છો. તમને જણાવી દઈએ કે, ફોટો વેબસાઇટ્સની સૂચિમાં શટરસ્ટોક, ફોટોશેલ્ટર અને ગેટ્ટી ઈમેજ જેવા મોટા નામો સામેલ છે.

વિડિયો દ્વારા કરો ઈન્કમ

તમે ફોટોગ્રાફી ઉપરાંત યુ ટ્યુબ દ્વારા પણ કમાણી કરી શકો છો. યુટ્યૂબ વર્ષોથી વિડિયો સામગ્રીના વિશાળ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં મોટાભાગના લોકોના યુટ્યુબ પર એકાઉન્ટ છે. પછી ભલે તે કોઈ મોટી કંપનીઓ હોય, ફિલ્મ સ્ટાર્સ હોય કે સામાન્ય લોકો હોય. નોંધનિય છે તે હાલમાં ઘણા લોકો YouTube અથવા વિડિયો કન્ટેન્ટની મદદથી સારી આવક કરી રહ્યા છે. લોકો તેમના વીડિયોને મોનીટાઈઝ કરવા માટે સબ્સ્ક્રિપ્શન ફી લઈ શકે છે અથવા તો પૈસા ચૂકવીને કન્ટેન્ટ જોવા માટે પાસવર્ડ સુરક્ષા પણ લઈ શકે છે, જેથી તમે તેમાંથી પૈસા કમાઈ શકો.