શું તમે જાણો છો CBI પાસે કેટલો પાવર હોય છે ?

શું તમે જાણો છો CBI પાસે કેટલો પાવર હોય છે ?

CBI નું પૂરું નામ Central Bureau Of Investigation છે.

CBI મુખ્ય 3 પ્રકારના ડિવિઝન હેઠળ કાર્ય કરે છે.

૧) Anti - Corruption Division :

  • આ અંતર્ગત સીબીઆઇ કોઈપણ સરકારી કર્મચારી, જાહેર ક્ષેત્ર ઉપક્રમના કર્મચારી કે કોઈપણ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના અધિકારીઓ લાંચ માંગે અથવા લાંચ લેતા પકડાય તો તેની કાર્યવાહી કરે છે.

૨) Economic Offences Division :

  • આ અંતર્ગત સીબીઆઇ મોટા મોટા કૌભાંડ, આર્થિક છેતરપિંડી, સાઈબર ગુનો, બેંક છેતપીંડી જેવા કેસ હેન્ડલ કરે છે.

૩) Special Crime Division :

  • આ અંતર્ગત CBl કોઈ ગંભીર, ઉત્તેજક અને આયોજન બદ્ધ ગુના વાળા કેસ હેન્ડલ કરે છે.

( જે હાલ સુશાંત સિંહ ના કેસ માં બન્યું છે )

સીબીઆઇ ની સ્થાપના:

  • ૧૯૪૧ માં વિશ્વયુદ્ધ - ૨  ચાલતું હતું ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું તે સમયે બ્રિટિશ સરકારે SPE - (સ્પેશિયલ પોલીસ ઇસ્ટાબ્લિશ્મેન્ટ) ની ૧૯૪૧ માં સ્થાપના કરી.
  • કારણકે એ સમયે હથિયારો ખરીદતી વખતે ભ્રષ્ટાચાર થતું હતું તે રોકવા SPE ની સ્થાપના કરી હતી.
  • ત્યારબાદ આપણી આઝાદી ના ૧ વર્ષ પહેલાં ૧૯૪૬ માં DSPE - (દિલ્હી પોલીસ ઇસ્ટાબ્લિશ્મેન્ટ એક્ટ)  ૧૯૪૬ માં સ્થાપના થઇ અને આ એક્ટ મુજબ CBI ની સ્થાપના કરવામાં આવી હતી.

શું સીબીઆઇ કોઈપણ કેસ જાતે લઈ શકે ખરા?

  • આપણા દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશ ( અંદમાન અને નિકોબાર, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીર, લદાખ,લક્ષદ્વીપ, દિલ્હી, પુદૂચેરી ) માં જ સીબીઆઇ જાતે કેસ લઈ શકે.

આ સિવાય રાજ્યોમાં ત્રણ સંજોગોમાં જ CBI કેસ લઈ શકે

  1. જે તે જગ્યાએ તેની રાજ્યસરકાર કેન્દ્ર સરકારને સીબીઆઇ જાંચ ની વિનંતી કરે ત્યારે
  2. કેન્દ્ર સરકાર સીબીઆઇ નો અધિકાર ક્ષેત્ર વધારી જેતે રાજ્યમાં સીબીઆઇ જાંચ કરાવી શકે છે પણ તેમાં રાજ્યસરકાર ની મંજુરી જરૂરી છે.
  3. કોઈપણ રાજ્યની હાઇકોર્ટ કે દેશની સુપ્રીમ કોર્ટ સીબીઆઇ ને આદેશ આપે ત્યારે સીબીઆઇ કેસ હાથમાં લઇ શકે. ( જે અંતર્ગત હાલમાં સુશાંત સિંહ રાજપૂત ના કેસ માં સીબીઆઇ એ કેસ હાથ માં લીધો છે.)

સીબીઆઇ ના ડિરેક્ટર કેવી રીતે પંસંદ થાય છે?

  • સીબીઆઇ ના ડિરેક્ટર કોઈપણ રાજ્યના આઇપીએસ ઓફિસર,ડીજીપી કે કમિશ્નર હોય શકે છે જેની નિમણૂક ત્રણ વ્યક્તિ ની બનેલી કમિટી દ્વારા થાય છે.

આ ત્રણ વ્યક્તિની કમિટી નીચે મુજબ છે.

  1. પ્રધાનમંત્રી
  2. વિપક્ષ ના નેતા
  3. સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટિસ અથવા ચીફ જસ્ટિસે નિમણૂક કરેલ જજ
  • આ ત્રણ વ્યક્તિ ની કમિટી દ્વારા સીબીઆઇ ના ડિરેક્ટર ની નિમણુક થાય છે.

હાલ સીબીઆઇ ના ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લા છે.

શું આપણે સીબીઆઇ ને ફરિયાદ કરી શકીએ છીએ?

  • કોઈપણ વ્યક્તિ રાજ્ય સરકાર ના કર્મચારી, જાહેર ક્ષેત્ર ઉપક્રમના કર્મચારી, કોઈપણ બેંક કે કોઈપણ વ્યક્તિ ના વિરુદ્ધ સીબીઆઇ ને ફરિયાદ કરી શકે છે એ માટે જેતે રાજ્યમાં સીબીઆઇ ના કાર્યાલય જઈને અથવા ઓનલાઇન www.cbi.gov.in વેબસાઇટ માં જઈને ફરિયાદ નોંધાવી શકે છે.

હું આશા કરું છું કે તમને સીબીઆઇ વિશે પૂરી માહિતી સમજાઈ ગઈ હશે જો તમારો કોઈ પ્રશ્ન હોઈ તો નીચે કોમેન્ટ જરૂર કરજો.