પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર: ભુક્કા બોલાવશે વરસાદ, જાણો કયું વાહન ? કેટલો વરસાદ ?

પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર: ભુક્કા બોલાવશે વરસાદ, જાણો કયું વાહન ? કેટલો વરસાદ ?

મઘા નક્ષત્રમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. આ નક્ષત્રમાં અનેક જળાશયોમાં નવા પાણીની ભરપૂર આવક થઈ છે તો ઘણા બધા જળાશયો સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે અને અમુક તો ઓવરફ્લો પણ થઈ ચૂક્યા છે. મઘા નક્ષત્રને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સૂર્યનો મઘા નક્ષત્ર માંથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થાય છે. મઘા નક્ષત્ર પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થાય છે શરૂથતા આ ફાલ્ગુની નક્ષત્ર મુખ્ય બે ભાગમાં વહેંચાયેલા હોય છે.

ફાલ્ગુની નક્ષત્ર ક્યારે ચાલુ થશે?
ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ.  આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે. મઘા નક્ષત્ર 30 તારીખને મંગળવારે ઉતરે છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત તારીખ 30/8/2022ની મધ્યરાત્રીએથી 3:00 વાગ્યેને 18 મિનિટે થશે.

આ સમયે સૂર્ય મઘા નક્ષત્ર માંથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને જ્યારે સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું વાહન ઘેટાનું રહેશે. સૂર્ય ઘેટાનું વાહન લેતાની સાથે જ વરસાદી માહોલ ઉગ્ર બને છે. પુરબા નક્ષત્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળે છે.

પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં આ યોગની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહીને જાહેરાત કરવામાં આવી છે. અંબાકાકા જણાવે છે કે બંગાળની ખાડીમાંથી આવતું વાયવ્યનું ચોમાસુ ઉત્તર પ્રદેશ તરફ પ્રયાણ કરવાને બદલે મધ્ય પ્રાંત તરફ પ્રયાસ કરતા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. અને હજુ પણ આવતા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારા એવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે.